યુપી, MP બાદ હવે બંગાળમાં 'બુલડોઝર'ની કાર્યવાહી, ભાજપ નેતાના ઘરનો ગેરકાયદે હિસ્સો તોડાયો

યુપી, MP બાદ હવે બંગાળમાં 'બુલડોઝર'ની કાર્યવાહી, ભાજપ નેતાના ઘરનો ગેરકાયદે હિસ્સો તોડાયો
Image Envato 

તા. 19 ઓગસ્ટ 2023, શનિવાર

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં તો અપરાધીઓ સામે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી નાખવાની ઘટના ચર્ચા રહે છે, પણ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના એક નેતાના ઘરે જ બુલડોઝર ફેરવી નખાયું હતું. આ ઘટના અંગે શનિવારે કોલકાતા નગર નિગમના સત્ર દરમિયાન બંગાળમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તથા મુખ્ય વિપક્ષી દળ ભાજપના કાઉન્સિલર પરસ્પર ઝઘડ્યા હતા. આ દરમિયાન મારામારી સુધી વાત પહોંચી ગઈ. 

તૃણમૂલના કાઉન્સિલરોએ મૂક્યો મોટો આરોપ

આ દરમિયાન તૃણમૂલ કાઉન્સિલરોએ મોટો આરોપ લગાવતા કહ્યું કે ભાજપના કાઉન્સિલરોએ કેન્દ્રીય દળોના જવાનો સાથે મળીને તેમના પર હુમલો કર્યો હતો. બીજી બાજુ ભાજપના કાઉન્સિલરો કહી રહ્યા છે કે કોલકાતા નગર નિગમના 26 નંબર વોર્ડના કાઉન્સિલર સુનીલ સિંહના ઘરે બુલડોઝર ફેરવી દેવાયું છે. સુનીલ સિંહનો આરોપ છે કે તૃણમૂલના નેતૃત્વવાળા કોલકાતા નગર નિગમ બોર્ડના રાજકીય ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરી છે.

Share: