લદ્દાખમાં ખીણમાં પડ્યું ભારતીય સેનાનું વાહન, 8 સૈનિકોના મોત, 2 ઈજાગ્રસ્ત

લદ્દાખમાં ખીણમાં પડ્યું ભારતીય સેનાનું વાહન, 8 સૈનિકોના મોત, 2 ઈજાગ્રસ્ત

લદ્દાખ, તા.19 ઓગસ્ટ-2023, શનિવાર

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં આજે મોટી ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. અહીં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબક્યું હોવાના અહેવાલો મળ્યા છે. રાજધાની લેહ પાસેના ક્યારી ગામમાં સેનાનું વાહન ખીણમાં પડી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનામાં સેનાના 8 સૈનિકોના મોત થયા છે, જ્યારે 2 સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતક સૈનિકોમાં 7 જવાન અને એક જેસીઓ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ક્યારી ગામથી 7 કિલોમીટર પહેલા સેનાની ગાડી દુર્ઘટનાનો શિકાર બની ખીણમાં પડી ગઈ છે. ઘટનામાં 7 જવાનો અને એક જેસીઓનું મોત થયું છે. દુર્ઘટનામાં 2 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને તુરંત સારવાર અર્થે લઈ જવાયા છે. સેનાની પેટ્રોલિંગ ટીમ કારુથી ક્યારી ગામ તરફ જઈ રહી હતી, ત્યારે આ ઘટના બની. અધિકારીઓએ જણાવ્યું કે, હાલ ઘટનાસ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન જારી છે.

Share: