યુક્રેનના ચેર્નિહાઈવમાં રશિયાએ ચારરસ્તાને નિશાન બનાવી મિસાઈલ ઝિંકી, 5નાં મોત, 37થી વધુ ઘવાયા

યુક્રેનના ચેર્નિહાઈવમાં રશિયાએ ચારરસ્તાને નિશાન બનાવી મિસાઈલ ઝિંકી, 5નાં મોત, 37થી વધુ ઘવાયા

image : Twitter

ઉત્તર યુક્રેનના ચેર્નિહાઈવ શહેરમાં એક ચારરસ્તા પર રશિયાએ મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા અને 37થી વધુ ઘવાયા હતા. આ વાતની માહિતી આંતરિક બાબતોના મંત્રાલયે આપી હતી. 

ઘાયલોમાં 11 બાળકો સામેલ 

મંત્રાલયે જણાવ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે લોકો ધાર્મિક રજા મનાવવા માટે ચર્ચ જઈ રહ્યા હતા. ઘાયલોમાં 11 બાળકો પણ સામેલ છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં કહ્યું કે એક રશિયન મિસાઈલ શહેરના ઠીક વચ્ચે ચેર્નિહાઈવમાં પડી હતી. અહીં એક ચાર રસ્તા પર પોલિટેક્નિક યુનિવર્સિટી અને એક થિયેટર આવેલા છે. તેને જ નિશાને લેવાયા હતા. 

ઝેલેન્સ્કીએ વિનાશના દૃશ્યો શેર કર્યા 

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે શનિવારે એક સામાન્ય દિવસને રશિયાએ પીડા અને નુકસાનના દિવસમાં બદલી નાખ્યું. ઝેલેન્સ્કીએ પોસ્ટ સાથે એક નાનકડો વીડિયો શેર કર્યો હતો જેમાં સ્થાનિક નાટક થિયેટર સામે  એક ચારસ્તા પર કાટમાળ વિખેરાયેલું દેખાય છે અને ત્યાં ઊભેલી કારોને મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં સ્વીડનની મુલાકાતે છે.   

Share: