×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Rahul Gandhi in Ladakh : લદ્દાખના રસ્તાઓ પર બાઈક લઈને નીકળ્યા રાહુલ ગાંધી, તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ


લદ્દાખની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બાઇક દ્વારા પેંગોંગ લેકની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પર બાઇક સવાર રાહુલ ગાંધીની તસવીરો શેર કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તસવીરો શેર કરતા રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "પૈંગોંગ લેકના આ માર્ગ વિષે મારા પિતા કહેતા હતા કે, તે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે."


લેહમાં 500 થી વધુ યુવાનો સાથે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે પૂર્વી લદ્દાખના પેંગોંગ લેક પર બાઇક રાઇડ પર નીકળ્યા હતા, જ્યાં તેઓ પ્રવાસી શિબિરમાં રાત્રી રોકાણ કરશે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ 20 ઓગસ્ટે પેંગોંગ લેક પર તેમના પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીનો જન્મદિવસ ઉજવશે. રાહુલ ગાંધીએ ગઈકાલે લદ્દાખની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન લેહમાં 500 થી વધુ યુવાનો સાથે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું.