બિહાર : બેતિયામાં ધસમસતી આવેલી બોલેરોએ સ્કુલના વિદ્યાર્થીઓ ચગદી નાખ્યા, 3ના મોત, 3 ગંભીર, ડ્રાઈવર ફરાર

બિહાર : બેતિયામાં ધસમસતી આવેલી બોલેરોએ સ્કુલના વિદ્યાર્થીઓ ચગદી નાખ્યા, 3ના મોત, 3 ગંભીર, ડ્રાઈવર ફરાર

બેતિયા, તા.18 ઓગસ્ટ-2023, શુક્રવાર

બિહારના પશ્ચિમ ચંપારણના બેતિયામાં આજે બપોરે સ્કુલના બાળકોનો અકસ્માત થવાની મોટી ઘટના સામે આવી છે. અહીં ફુલ સ્પીડે આવી રહેલી બોલેરો ગાડીએ શાળાઓથી ઘરે જતા વિદ્યાર્થીઓને અડફેટે લીધા છે. આ ગંભીર અકસ્માતમાં 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એક બાળકનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત મોતિહારી મુખ્ય માર્ગ પર મછલી લોક પાસે આજે બપોરે ત્રણ વાગે સર્જાયો છે.

સ્કુલેથી ઘરે જઈ રહેલા બાળકોને બોલેરોએ લીધી અડફેટે

મળતી અહેવાલો મુજબ, બેતિયા મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે. અહીં ધસમસતી આવી રહેલી બોલેરોએ સ્કુલેથી ઘરે જઈ રહેલા બાળકોને અડફેટે લીધા છે. મળતા અહેવાલો મુજબ આ અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છે, જ્યારે 3 વિદ્યાર્થી ગંભીર હોવાનું સામે આવ્યું છે.

બોલેરો ડ્રાઈવર અકસ્માત સર્જી પરાર

સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બેતિયા જીએમસીએચ લઈ જવાયા છે, જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નિપજ્યું છે. બોલેરો ડ્રાઈવર અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share: