VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, બાંકે બિહારી માર્ગ પર મકાનની છત ધરાશાયી, 5ના મોત, 10 ઈજાગ્રસ્ત

VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, બાંકે બિહારી માર્ગ પર મકાનની છત ધરાશાયી, 5ના મોત, 10 ઈજાગ્રસ્ત

મથુરા, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત વૃંદાવનમાં સ્વતંત્રતા દિવસે મોટી દુર્ઘટના થઈ છે. બાંકે બિહારી મંદિર પાસે જર્જરીત ઈમારની છત ધરાશાઈ થવાની ઘટના બની છે, જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

10થી વધુ શ્રદ્ધાળુઓ પણ ઈજાગ્રસ્ત

મળતા અહેવાલો મુજબ આજે ઉત્તર પ્રદેશની ધર્મનગરી સ્થિત વૃંદાવનમાં સ્વતંત્રતા દિવસે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સ્નેહ બિહાર મંદિર પાસે જર્જરીત ઈમારત એકાએક ધરાશાઈ થતા 5 લોકો દબાઈ જતા મોત થયા છે. આ ઘટનામાં 10 શ્રદ્ધાળુઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને કાટમાળ નીચેથી તમામ લોકોને બહાર નિકાળવાનો પ્રયાસ કર્યો… હાલ ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહી છે.

આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

હાલ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં દુકાન પાસે સીસીટીવી કેમેરા લગાવાયેલા છે, જેમાં આખી ઘટના કેદ થઈ છે. આ ઘટના વૃંદાવનના દુસાયત મોહલ્લા સ્થિત રાધા સ્નેહિ બિમારી મંદિર નજીક અને જગ પ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહાર મંદિર નજીક લગભગ દોઢસો મીટર દુર બની છે. અહીં અચાનક એક જર્જરીત ઈમારત ધરાશાઈ છે, જેના કાટમાળ નીચે દબાઈ ગયેલા 5 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Share: