×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'70 ટકા સરકારી કેસ આધારહીન, વધી રહ્યું છે કોર્ટનું વર્કલોડ', કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટનો ફટકાર


સુપ્રીમ કોર્ટે શુક્રવારે વધતા જતા સરકારી કેસને લઇ કેન્દ્રને ફટકાર લગાવી હતી. સુપ્રીમે કહ્યું કે, મોટી સંખ્યામાં સરકારી કેસ જે કોર્ટમાં આવી રહ્યા છે તે મોટાભાગે પાયાવિહોણા છે. આવા કેસોના કારણે કોર્ટમાં કામનું ભારણ વધી રહ્યું છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે કહ્યું કે, 70 ટકા સરકારી કેસ પાયાવિહોણા છે. જેમાં કોર્ટ પર કેસનો બોજ ઓછો કરવા માટે કેસો પર નીતિ બનાવવાની વાત કહેવામાં આવી હતી. અને ખર્ચ પણ નિયંત્રિત કરી શકાય છે.

કોર્ટે વધારેમાં કહ્યું કે......

કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ વિવિધ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી. જે કેસમાં સામાન્ય મુદ્દા પર અરજી દાખલ કરવામાં આવી હતી તે કોર્ટ દ્વારા પહેલાથી જ ફગાવી દેવામાં આવી છે. શુક્રવારે જ્યારે આ મામલાની સુનાવણી થઈ ત્યારે જસ્ટિસ ગવઈએ એવો પણ સંકેત આપ્યો હતો કે કોર્ટે કેન્દ્ર સરકાર પર દંડ ફટકારવાનું વલણ અપનાવ્યું  કારણ કે કોર્ટની દૃષ્ટિએ, કેન્દ્રએ વાસ્તવમાં સામાન્ય મુદાઓની અરજીના આધારે સમીક્ષા અરજી દાખલ કરી છે.

70 ટકા કેસ પાયાવિહોણાઃ કોર્ટ

જસ્ટિસ ગવઈએ એડિશનલ સોલિસિટર જનરલ એએસજી ઐશ્વર્યા ભાટીને કહ્યું, 'તમારી પાસેથી કેટલી કિંમત વસૂલ કરવી જોઈએ? જે પિટિશન પહેલેથી જ બરતરફ કરવામાં આવી છે તેને પરચુરણ અરજી દ્વારા કેવી રીતે પાછી દાખલ કરી શકાય? અમે આ પ્રથાને યોગ્ય માનતા નથી કારણ કે કોર્ટે આ અરજી પહેલા જ ફગાવી દીધી છે. આવા 70 ટકા કેસ પાયાવિહોણા છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો ઈચ્છે તો તેનો ઉકેલ શોધી શકે છે. આપણે અખબારોમાં જ વાંચીએ છીએ કે કેસને લઈને નીતિ પર કામ થઈ રહ્યું છે, પરંતુ સત્ય કંઈક બીજું છે.