×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં આજ સુધી નથી સર્જાઈ આવી ભયાનક તબાહી, જંગલમાં લાગેલી આગમાં 89 લોકોના મોત


અમેરિકામાં આવેલા ભીષણ વાવાઝોડાની સાથે સાથે હવાઈ ટાપુઓ પર આવેલા 'ટોર્નેડો'એ અહીંના જંગલોમાં આગને વધુ વેગ આપ્યો છે. જેમાં ગઈકાલે એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઓછામાં ઓછા 89 લોકોના મોત થયા છે. લહેના શહેર આગને કારણે તબાહ થઈ ગયું છે. હવાઈના માઉ ટાપુમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે જંગલમાં આગ વધુ વધી ગઈ છે. હવાઈ ટાપુઓમાં આ આગ સતત વિકરાળ સ્વરૂપ લઇ રહી છે. 

અગાઉ 2018માં આ પ્રકારની વિકરાળ આગ લાગી હતી 

અગાઉ 2018માં ઉત્તરી કેલિફોર્નિયામાં બટ્ટે કાઉન્ટીના જંગલોમાં લાગેલી આગમાં 85 લોકોના મોત થયા હતા. આ ઘટનાને 'કેમ્પ ફાયર' તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને 'કેમ્પ ફાયર' તરીકે ઓળખવામાં આવે છે.

ઓછામાં ઓછા $ 5.5 બિલિયનનું નુકસાન

અમેરિકન એજન્સીઓ અનુસાર, 2100 એકરનો વિસ્તાર સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે અને ઓછામાં ઓછા $ 5.5 બિલિયનનું નુકસાન થયું છે. સરકારે એમ પણ કહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે હજુ સતત મૃતદેહો મળી રહ્યા છે. 

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો

પ્રાંતના એટર્ની જનરલ એની લોપેઝે જણાવ્યું હતું કે, ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાય હતી. યુએસ ઈતિહાસમાં આ સૌથી ભયંકર કુદરતી આપત્તિ છે. આ પહેલા 1960ની સુનામીમાં 61 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રશાસને લોકોને માઉમાં પાછા ફરવાની મંજૂરી આપી છે. હવે એજન્સીઓનું કહેવું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

US આર્મીની અને નેવી પણ મદદે આવી 

રાષ્ટ્રપતિ જો બાયડન પણ હવાઈમાં લાગેલી આ ભીષણ આગને કારણે જાનમાલના નુકસાનને રોકવા માટે કેન્દ્રીય મદદ મોકલી છે. જણાવવામાં આવ્યું છે કે, યુએસ આર્મીની સાથે કોસ્ટ ગાર્ડ અને નેવીને પણ બચાવકાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. મરીન તરફથી આગ પર કાબૂ મેળવવા માટે બ્લેક હોક હેલિકોપ્ટર આપવામાં આવ્યા છે. આ સિવાય હવાઈના નેશનલ ગાર્ડ્સ હાલમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું છે કે, પરિવહન વિભાગ લોકોને ટાપુમાંથી બહાર કાઢવા માટે સંકલન કરી રહ્યું છે અને આમાં કોમર્શિયલ એરલાઈન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.