×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પર કુકી અને મૈતેઈ જૂથો કરી શકે છે દેખાવ, ઇન્ટેલિજન્સ એજન્સીઓને આશંકા

ભારત આ વર્ષે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કુકી અથવા મૈતેઇ જૂથો દ્વારા વિરોધની ચેતવણી આપી છે. આ સાથે એજન્સીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધન અને ત્રિરંગો ફરકાવતા સમયે કેટલાક સરકાર વિરોધી તત્વો ઝંડા અને બેનર બતાવવાની અને સૂત્રોચ્ચાર કરવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

દિલ્હીમાં યોજાઈ બેઠક

મળેલી માહિતી મુજબ સ્વતંત્રતા દિવસ પહેલા સુરક્ષાની તૈયારીઓ શેર કરવા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPC), CISF, દિલ્હી પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા તાજેતરમાં દિલ્હીમાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત જોખમો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

દેશની છબી પર નકારાત્મક અસર

એક અધિકારીએ જણાવ્યું હતું કે, "બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આ વર્ષનો સ્વતંત્રતા દિવસ દિલ્હીમાં સપ્ટેમ્બરમાં યોજાનારી G20 સમિટના એક મહિના કરતાં ઓછો સમય બાકી છે ત્યારે આવી રહ્યો છે, તેથી ઇવેન્ટ પહેલાં અથવા દરમિયાન કોઈ પ્રતિકૂળ ઘટનાથી દેશની છબી પર નકારાત્મક અસર પડશે."