×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શું વિભાજિત NCPને ફરી એક કરવાની કવાયત? કાકા-ભત્રીજાની બેઠકથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું


મહારાષ્ટ્રમાં જ્યારથી અજિત પવારે NCP છોડી છે ત્યારથી રાજકારણમાં ગરમાગરમી છે ત્યારે હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. હવે વિભાજિત NCPને ફરી એક કરવાની કવાયત ચાલી રહી છે. સુત્રોના અહેવાલ અનુસાર NCP વડા શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ગઈકાલે પુણેમાં મળ્યા હતા. આ બેઠક એક કલાકથી વધુ ચાલી હતી. જો કે આ બેઠકનો હેતું શુ હતો તે અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.

આ બેઠક એક કલાકથી વધુ ચાલી હતી

ગઈકાલે પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારની લેન નંબર 3માં ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાના બંગલામાં NCP શરદ પવાર અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની એક ખાસ બેઠક યોજાઈ હતી. એક કલાકથી વધુ ચાલેલી આ બેઠક બાદ શરદ પવારનો કાફલો સૌથી પહેલા અતુલ ચોરડિયાના બંગલામાંથી નીકળ્યો હતો. આ ઉપરાંત લગભગ એક કલાક બાદ અજિત પવાર પણ અહીંથી નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ એક થવાની તૈયારી છે, ત્યારે આ બંને નેતાઓની મુલાકાતને લઈને ફરી વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા જ અજિત પવારે શિરુરમાં એક સભામાં નિવેદન આપ્યું હતું કે અમે અને શરદ પવાર અલગ નથી, આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી હતી. 

અજિત પવારે બળવો કર્યો હતો 

અજિત પવારે 2 જુલાઈના રોજ તેમના કાકા શરદ પવારની પાર્ટી NCPના ઘણા ધારાસભ્યો સાથે બળવો કર્યો અને ભાજપ-એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા હતા.  આ સરકારમાં અજિત પવાર નાયબ મુખ્યમંત્રી છે.  મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર સાથે મંત્રી તરીકે જોડાયેલા ધનંજય મુંડેને કૃષિ વિભાગની કમાન સોંપવામાં આવી છે.  દિલીપ વાલસે પાટીલને સહકારી મંત્રી બનાવવામાં આવ્યા છે. NCPના અન્ય નેતાઓ જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન, છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા, ધર્મરાવ આત્રામને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, સંજય બંસોડને રમતગમત, અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ અનિલ પાટીલને રાહત, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.