'પ્રિયંકા ગાંધીએ સંસદમાં હોવું જોઈએ', રોબર્ટ વાડ્રાએ પત્નીના 2024ની ચૂંટણી લડવાના આપ્યા સંકેત

'પ્રિયંકા ગાંધીએ સંસદમાં હોવું જોઈએ', રોબર્ટ વાડ્રાએ પત્નીના 2024ની ચૂંટણી લડવાના આપ્યા સંકેત

image : Twitter

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણી 2024માં લડી શકે છે. આ વાત પતિ રોબર્ટ વાડ્રાએ  કહી છે. એક ઈન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે પ્રિયંકા ગાંધીમાં સંસદમાં જવાના તમામ ગુણો છે. વાડ્રાએ કહ્યું કે  મને લાગે છે કે પ્રિયંકા ગાંધી સંસદમાં હોવી જોઈએ. ચોક્કસપણે તેઓ લોકસભામાં હોવા જોઈએ. તેમની પાસે તમામ ગુણો છે. તે સંસદમાં સારું કામ કરશે.

ભાજપ સામે તાક્યું નિશાન 

તેમણે વધુમાં કહ્યું કે, જો તે સંસદમાં જશે તો મને ખુશી થશે. મને આશા છે કે કોંગ્રેસ પાર્ટી તેમને સ્વીકારશે અને તેમના માટે સારી યોજના તૈયાર કરશે. રોબર્ટ વાડ્રાએ સંસદમાં પોતાની તસવીર બતાવવા બદલ ભાજપ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે, PM નરેન્દ્ર મોદી પાસે પ્લેનમાં તેમની સાથે બેઠેલા ગૌતમ અદાણીની પણ ઘણી તસવીરો છે. શા માટે આપણે તેને લઈને પ્રશ્ન નથી કરતા? કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં આ અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા છે, પરંતુ તેઓ તેનો જવાબ આપતા નથી. તેમણે કહ્યું કે હું મારા નામ માટે લડતો રહીશ. જો તે મારું નામ લેશે તો હું તેમને સવાલો પૂછતો રહીશ. 

Share: