×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચંદ્રયાન-3 બાદ મિશન ગગનયાનની તૈયારી પૂરજોશમાં : ISROએ કર્યું ગતિરોધક પેરાશૂટ તૈનાતીનું સફળ પરીક્ષણ

Image - Indian Tech & Infra

તિરુવનંતપુરમ, તા.11 ઓગસ્ટ-2023, શુક્રવાર

ચંદ્રયાન-3 ટુંક સમયમાં ચંદ્ર પર ઉતરવાનું છે, ત્યારે ઈસરોએ તેના મહત્વકાંક્ષી મિશન ગગનયાનની તૈયારીમાં પૂરજોશમાં લાગી ગયું છે. આ જ ક્રમમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ ડ્રગ પેરાશૂટની તૈનાતીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

ડ્રગ પેરાશૂટ એટલે શું ?

હવે તમે વિચારતા હશો કે આ ડ્રગ પેરાશૂટ કેવી રીતે કામ કરશે ? ઈસરોનું ડ્રગ પેરાશૂટ અવકાશમાં પ્રવેશતા ક્રુ મોડ્યૂલને સ્થિર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે માનવસહિત અવકાશ ઉડાન મિશનમાં ગગનયાન ક્રૂ મોડ્યૂલ દ્વારા અવકાશમાં પુનઃ પ્રવેશ કરે છે ત્યારે તેની ગતિ અને સુરક્ષાના સ્તરને ઘટાડવામાં ડ્રગ પેરાશૂટ ખુબ ઉપયોગી થાય છે. ગગનયાન મિશન દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે અવકાશ સુધી લઈ જવામાં અને ત્યાંથી પરત લાવવાની આશા છે. ઉલ્લેખનિય છે કે, ઝડપી ગતિ ઘટાડવા અને ઝડપથી ચાલતી વસ્તુઓને સ્થિર કરવા માટે ડ્રગ પેરાશૂટ તૈનાત કરવામાં આવે છે.

શ્રેણીબદ્ધ ડ્રગ પેરાશૂટ તૈનાતીનું સફળતાપૂર્વક પરીક્ષણ

રાષ્ટ્રીય અવકાશ એજન્સી ઈસરોએ આજે એક નિવેદનમાં કહ્યું કે, ઈસરોના તિરુવનંતપુરમમાં આવેલ વિક્રમ સારાભાઈ અંતરિક્ષણ કેન્દ્ર દ્વારા 8થી 10 ઓગસ્ટ દરમિયાન એક વિશેષ પરીક્ષણ હાથ ધરાયું હતું, જેમાં ચંદીગઢમાં ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરીના રેલ ટ્રેક રોકેટ સ્લેડ (RTRS) કેન્દ્રમાં ડ્રગ પેરાશૂટ તૈનાતના શ્રેણીબદ્ધ પરીક્ષણોનું સફળતાપૂર્વક સંચાલન કરાયું છે. આ પરીક્ષણો એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને DRDOના સહયોગથી હાથ ધરાયા હતા.