×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : રાહુલ ગાંધીએ કહ્યું, મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે અને PM મોદી હસી-હસીને વાત કરતા હતા

નવી દિલ્હી, તા.11 ઓગસ્ટ-2023, શુક્રવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પક્ષના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના ભાષણ અને મણિપુર મુદ્દે PM પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, PM મોદીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર 2 કલાક 13 મિનિટ સુધી ભાષણ આપ્યું, પરંતુ ભાષણ દરમિયાન મણિપુર હિંસા મુદ્દે તેઓ માત્ર 2 મિનિટ જ બોલ્યા... 

‘આ વાત ભારતના વડાપ્રધાનને શોભતી નથી’

તેમણે કહ્યું કે, મણિપુરમાં મહિનાઓથી આગ લાગી છે, લોકોની હત્યા થઈ રહી છે, દુષ્કર્મ થઈ રહ્યું છે, બાળકોની હત્યા થઈ રહી છે અને વડાપ્રધાન સંબોધન દરમિયાન હસીને વાત કરી રહ્યા હતા, મજાક કરી રહ્યા હતા... આ વાત ભારતના વડાપ્રધાનને શોભતી નથી.

‘મણિપુરને બે ભાગમાં વહેંચાયું’

રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કરતા કહ્યું કે, મણિપુરને બે ભાગમાં વહેંચી દેવાયું છે. ત્યાં ભારતની અવધારણા (આઈડિયા ઓફ ઈન્ડિયા) અને હિન્દુસ્તાનની હત્યા કરી દેવાઈ છે.... પૂર્વોત્તરના આ રાજ્યમાં લાગેલી આગ ઓલવાય, તેવું વડાપ્રધાન ઈચ્છતા નથી...

‘મુદ્દો કોંગ્રેસ હું નહોતો, મુદ્દો મણિપુરનો હતો’

રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં વચ્ચે બેઠેકા વડાપ્રધાન શરમજનક રીતે હસી રહ્યા હતા. મુદ્દો કોંગ્રેસ કે હું નહોતો... મુદ્દે એ હતો કે, મણિપુરમાં શું થઈ રહ્યું છે ? અને ત્યાંની હિંસાને કેમ રોકવામાં આવી રહી નથી. ગાંધીએ કહ્યું કે, મોદી એ વાતને સમજી શકતા નથી કે, ભારતના વડાપ્રધાન હોવું શું છે.

PM મોદીએ લોકસભામાં શું કહ્યું હતું ?

સંસદના નીચલા ગૃહ લોકસભામાં વિપક્ષ દ્વાર લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા મોદીએ ગુરુવારે કોંગ્રેસ અને ઘા વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામને મળીને કામ કરવા અને ત્યાંના લોકો માટે દર્દની દવા બનવાનો આગ્રહ કરતા કહ્યું હતું કે, વૈશ્વિક દ્રષ્ટિએ દેશનો પૂર્વોત્તર ભાગ કેન્દ્ર બિન્દુ બનવાનો છે તેમજ મણિપુરમાં શાંતિનો સૂરજ ઉગશે... જોકે અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી અસ્વિકાર કરવામાં આવ્યો હતો.