×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર લાગશે 28% ટેક્સ, GST એક્ટમાં સુધારો કરવાનો કેન્દ્રનો પ્રયાસ

Image : IANS

સંસદમાં ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કેન્દ્ર સરકાર લોકસભામાં બે બિલ રજૂ કરશે જેમા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ, 2023 અને ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ 2023નો સમાવેશ થાય છે.

કેન્દ્રીય કેબિનેટે બંને બિલોને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે આ સપ્તાહની શરૂઆતમાં બંને બિલોને મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટમાં સુધારાથી હોર્સ રેસિંગ, ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST વસૂલવાની મંજૂરી મળશે. એ જ રીતે રાજ્યોએ પણ તેમના વ્યક્તિગત GST કાયદામાં અલગથી સુધારો કરવો પડશે. જો બિલ પસાર થશે તો આ મહિનાની શરૂઆતમાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં નક્કી થયા મુજબ નવી કર વ્યવસ્થા 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. તે બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા વસૂલાત 1 ઓક્ટોબરથી અમલમાં આવશે અને તેની છ મહિના સુધી સમીક્ષા કરવામાં આવશે અને જો જરૂર પડશે તો ટેક્સ માળખામાં ફેરફાર કરવામાં આવશે.

28 ટકા ટેક્સની ટીકા કરવામાં આવી હતી

આજે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ બે બિલ રજૂ કરશે અને જો ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે, તો તેઓ બંને બિલ પસાર કરવાનો પ્રયાસ પણ કરશે. ગેમિંગ ઈન્ડસ્ટ્રીના સતત પ્રતિનિધિત્વને કારણે GST કાઉન્સિલને એક મહિનામાં બે વાર બેઠક કરવી પડી તે જેમાં ગેમિંગ પરના 28 ટકા ટેક્સ સ્લેબને ઘટાડવાની માંગ કરી હતી. GSTની 50મી કાઉન્સિલમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા ટેક્સ લગાવવાના નિર્ણયની ગેમિંગ ઈન્ડસ્ટ્રી દ્વારા ટીકા કરવામાં આવી હતી, ત્યારબાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે GST કાઉન્સિલે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.