×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાએ 47 વર્ષ બાદ લૂના-25 લોન્ચ કર્યું, ચંદ્રયાન-3 પહેલાં ચંદ્ર પર લેન્ડ કરશે! રેકોર્ડ સર્જવાની હરિફાઈ શરૂ

image : Twitter


ભારત બાદ હવે રશિયાએ પણ લુનર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન આ મિશન પર મોકલ્યું છે. લુના 25ને મોસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં સ્થિત અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર પગ મૂકી શકે છે.

રશિયન લેન્ડર 7 થી 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે

અહેવાલ અનુસાર, 11 ઓગસ્ટ, શુક્રવારે સવારે 4.40 વાગ્યે, લુના-25 લેન્ડરને રશિયાના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લુના-25ને સોયુઝ 2.1બી રોકેટમાં ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું. તેને લુના-ગ્લોબ મિશન નામ આપવામાં આવ્યું છે. રોકેટની લંબાઈ લગભગ 46.3 મીટર છે, જ્યારે તેનો વ્યાસ 10.3 મીટર છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસનું કહેવું છે કે લુના-25 ચંદ્ર તરફ રવાના થઈ ગયું છે. પાંચ દિવસ સુધી તે ચંદ્ર તરફ આગળ વધશે. ત્યારપછી 313 ટન વજનનું રોકેટ 7 થી 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે. એવી અપેક્ષા છે કે તે 21 અથવા 22 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર પહોંચશે.

નાસાએ પાણી શોધવાનો દાવો કર્યો છે

રશિયન મીડિયા અનુસાર, રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડર લેન્ડ કરવાની યોજના ધરાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચંદ્રના આ ધ્રુવ પર પાણી હોવાની સંભાવના છે. 2018માં નાસાએ કહ્યું હતું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણી છે. Luna-25 પાસે રોવર અને લેન્ડર છે. તેનું લેન્ડર લગભગ 800 કિલોનું છે. લુના-25 સોફ્ટ લેન્ડિંગની પ્રેક્ટિસ કરશે. લેન્ડર પાસે એક ખાસ ઉપકરણ છે, જે સપાટીને છ ઇંચ સુધી ખોદશે. લુના 25 ખડકો અને માટીના નમૂના એકત્રિત કરશે. તેનાથી સ્થિર પાણીની શોધ થઈ શકે છે. રશિયાનો ઉદ્દેશ્ય એ છે કે ભવિષ્યમાં જ્યારે પણ મનુષ્ય ચંદ્ર પર પોતાનો આધાર બનાવે, ત્યારે તેમના માટે પાણીની સમસ્યા ન થવી જોઈએ.

ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર ઉતરી શકે છે

એવી અપેક્ષા છે કે 21 અથવા 22 ઓગસ્ટે તે ચંદ્રની સપાટી પર પહોંચશે. જ્યારે ચંદ્રયાન-3 ભારત દ્વારા 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. લુના-25 અને ચંદ્રયાન-3નો ઉતરાણનો સમય લગભગ એકસરખો રહેશે. લુના થોડા કલાકો પહેલા ચંદ્રની સપાટી પર ઉતરશે. રશિયાએ આ પહેલા 1976માં લુના-24ને ચંદ્ર પર ઉતાર્યું હતું. દુનિયામાં અત્યાર સુધી જેટલા પણ મૂન મિશન થયા છે તે બધા ચંદ્રના વિષુવવૃત્ત સુધી પહોંચ્યા છે. પરંતુ જો લુના-25 સફળ થાય છે, તો તે પ્રથમ વખત બનશે જ્યારે કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.