×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર હિંસા મામલે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે વડાપ્રધાન મોદી સંસદમાં આપશે જવાબ

image : Twitter


મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટિ કરી હતી. આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો ત્રીજો દિવસ છે. એવું મનાય છે કે આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ સામે નિશાન તાકશે. તેઓ સાંજે 4 વાગ્યે ગૃહમાં બોલશે.

રાજનાથ સિંહે આપી હતી માહિતી 

સંરક્ષણ મંત્રી અને સાંસદ રાજનાથ સિંહે જણાવ્યું કે પીએમ મોદી 10 ઓગસ્ટે સંસદમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે.  26 જુલાઈના રોજ વિપક્ષે મણિપુર હિંસા મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મંગળવારે પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી હતી.

આ અવિશ્વાસની દરખાસ્ત છે

રાજકીય નિષ્ણાતો કહે છે કે મોદી સરકાર ગૃહમાંથી વિશ્વાસ ગુમાવશે નહીં. કારણ કે એનડીએ સિવાય ભાજપ પાસે ગૃહમાં સંપૂર્ણ બહુમતી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ મામલે ભાજપ અને મોદી સરકારને આડેહાથ લેતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. જેના બાદ સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે તેમને સજ્જડ જવાબ આપ્યો હતો. હવે આજે પીએમ મોદી આ મામલે વિપક્ષને નિશાને લઈ શકે છે.