×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RBIનો નિર્ણય, રેપો રેટ ત્રીજીવાર યથાવાત રાખ્યો, EMI નહીં વધે, ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત


RBIની ત્રણ દિવસની MPCની બેઠક 8 ઓગસ્ટથી શરૂ થઈ હતી જે આજે પુરી થઈ હતી. RBIની નાણાકીય વર્ષ 2023-24ની આ ત્રીજી નીતિ સમિતિની બેઠક હતી. આ સાથે જ RBIએ આજે પોતાની ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતાં રેપો રેટ 6.5 ટકાએ યથાવત રાખ્યો છે.  RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી આ કમિટી દ્વારા સર્વાનુમતે રેપો રેટને યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 

ફેબ્રુઆરીથી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી

RBIએ આ વર્ષે ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે તેને 6.5 ટકા યથાવત રાખ્યો છે. MPCની બેઠકમાં આ વખતે પણ પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલ અને જૂનમાં યોજાયેલી બેઠકમાં પણ તેમનામાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. RBIએ ફુગાવાને નિયંત્રિત કરવા માટે ગયા વર્ષે મે 2022થી  9 મહિનામાં એક પછી એક રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો અને પોલિસી રેટ 4 ટકાથી વધીને 6.5 ટકા થયો હતો. જો કે ફેબ્રુઆરી 2023થી તેને સ્થિર છે.