વિપક્ષનો હોબાળો યથાવત, રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

વિપક્ષનો હોબાળો યથાવત, રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ પર પ્રહાર કરી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર PM મોદી સાંજે 4 વાગ્યે ગૃહમાં સંબોધન કરશે. આ સિવાય અસદુદ્દીન ઓવૈસી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સંબોધન કરશે. આજે પણ વિપક્ષે ફરી એકવાર બંને ગૃહોમા હોબાળો અને સુત્રોચ્ચાર કરતા લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી જ્યારે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

ખડગેના આ નિવેદન સાથે જ રાજ્યસભામાં હોબાળો શરૂ થયો

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું વડાપ્રધાનના આગમનથી શું થવાનું છે શુ તે કોઈ પરમાત્મા છે? તે કોઈ ભગવાન નથી. ખડગેના આ નિવેદન સાથે જ રાજ્યસભામાં હોબાળો શરૂ થયો અને  કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિપક્ષ દ્વારા હોબાળો કરતા કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત

PM મોદી ગૃહમાં એક કલાક સંબોધન કરશે

પશ્ચિમ બંગાળના બીજેપી સાંસદ સુકાંત મજુમદારે કહ્યું કે આજનો દિવસ સંસદમાં મહત્વપૂર્ણ છે. ખાસ કરીને વિપક્ષ માટે. પીએમ મોદી એક કલાકથી વધુ સમય સુધી સંબોધન કરશે અને વિપક્ષ આ માટે તૈયાર રહે. રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ વિવાદ પર બીજેપી સાંસદે કહ્યું કે તે તેમની સંસ્કૃતિ છે. પહેલા તેમણે પીએમ મોદીને ગળે લગાવ્યા હતા અને હવે તેઓ સંસદમાં ફ્લાઈંગ કિસ આપી છે.

Share: