હવાઈ ટાપુના જંગલોમાં લાગી ભીષણ આગ, 36 લોકો હોમાયા, US પ્રેસિડેન્ટ બાયડને સૈન્ય મદદ મોકલી

હવાઈ ટાપુના જંગલોમાં લાગી ભીષણ આગ, 36 લોકો હોમાયા, US પ્રેસિડેન્ટ બાયડને સૈન્ય મદદ મોકલી

અમેરિકામાં આવેલા ભીષણ વાવાઝોડાની સાથે સાથે હવાઈ ટાપુઓ પર આવેલા ‘ટોર્નાડા’એ અહીંના જંગલોમાં આગને વધુ વેગ આપ્યો છે. લહેના શહેર આગને કારણે તબાહ થઈ ગયું છે. હવાઈના માઉ ટાપુમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે જંગલમાં આગ વધુ વધી ગઈ છે. હવાઈ ટાપુઓમાં આ આગ સતત વિકરાળ સ્વરૂપ લઇ રહી છે. અત્યાર સુધીમાં 36 લોકોએ આગમાં જીવ હોમ્યા છે. 

ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો

આટલું જ નહીં આ ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે. જંગલમાં લાગેલી આગને કારણે લાહૈના શહેરમાં પ્રવાસી સ્થળોને મોટું નુકસાન થયું છે. યુએસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવાઈમાં આ જંગલની આગના ઝડપી પ્રકોપ માટે ચક્રવાત પણ જવાબદાર છે, જેના જોરદાર પવનોએ આગને ખૂબ જ ઝડપથી ફેલાવી છે.

 યુએસ આર્મીની સાથે કોસ્ટ ગાર્ડ અને નેવી પણ મદદે આવી 

રાષ્ટ્રપતિ જો બાયડન પણ હવાઈમાં લાગેલી આ ભીષણ આગને કારણે જાનમાલના નુકસાનને રોકવા માટે કેન્દ્રીય મદદ મોકલી છે. જણાવવામાં આવ્યું છે કે, યુએસ આર્મીની સાથે કોસ્ટ ગાર્ડ અને નેવીને પણ બચાવકાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. મરીન તરફથી આગ પર કાબૂ મેળવવા માટે બ્લેક હોક હેલિકોપ્ટર આપવામાં આવ્યા છે. આ સિવાય હવાઈના નેશનલ ગાર્ડ્સ હાલમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું છે કે, પરિવહન વિભાગ લોકોને ટાપુમાંથી બહાર કાઢવા માટે સંકલન કરી રહ્યું છે અને આમાં કોમર્શિયલ એરલાઈન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.

Share: