લોકસભામાં INDIA ગઠબંધનના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી અસ્વિકાર
મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીએ આજે જવાબ રજૂ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટિ કરી હતી. PM મોદી આજે કોંગ્રેસના નેતા અધીર રંજનના ભાષણ દરમિયાન લોકસભામાં હતા.
લોકસભામાં INDIA ગઠબંધનનો અવિશ્વાસ પ્રસ્તાવનો અસ્વિકાર
વડાપ્રધાન મોદીના સંબોધન બાદ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું... અવિશ્વાસની દરખાસ્ત ધ્વનિ મતથી અસ્વિકાર કરાયો... ત્યારબાદ સંસદને 11 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો...
જ્યારે મોદીએ કર્યા વિપક્ષી નેતાઓના વખાણ
તેમણે કહ્યું કે, હું એક વાત મુદ્દે વિપક્ષના નેતાઓના વખાણ કરવા માંગું છું... આમ તો તેઓ ગૃહના નેતાને નેતા માનતા નથી.. પરંતુ હું તેમની એક વાતના વખાણ જરૂરથી કરીશ... ગૃહના નેતા હોવાને કારણે મેં તેમને એક કામ આપ્યું હતું...
મેં કહ્યું હતું કે, 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવો.... તેઓ લઈને આવ્યા... તેમણે મારી વાત માની... પરંતુ મને દુઃખ એ વાતનું છે કે, તેમને પાંચ વર્ષ મળ્યા... થોડી તૈયારીઓ કરતા... તેઓ મુદ્દાઓ શોધી શક્યા નથી... તેમણે દેશને નિરાશ કર્યા છે... 2028માં ફરી પ્રયાસ કરજો... જ્યારે 2028માં પ્રસ્તાવ લઈને આવો તો તૈયારી કરીને આવજો... આવી ઘસાયેલી વાતો લઈને ન આવતા... દેશને લાગવું જોઈએ કે, તમે વિપક્ષ માટે યોગ્ય છો... તમે તે યોગ્યતા પણ ખોઈ દીધી...
પીએમ મોદીએ ત્રણ ઘટનાઓનો કર્યો ઉલ્લેખ
વિપક્ષી પક્ષોએ કહ્યું હતું કે, મોદી નોર્થ ઈસ્ટને દેશનો ભાગ માનતા જ નથી... આનો જવાબ આપતા મોદીએ ત્રણ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો...
મોદીએ કહ્યું કે, પાંચમી માર્ચ-1966... કોંગ્રેસે મિઝોરમમાં નિસહાય નાગરિકો પર વાયુસેના દ્વારા હુમલો કરાવ્યો હતો... શું મિઝોરમના લોકો ભારતના નાગરીક ન હતા.. કોંગ્રેસે નિર્દોષ લોકો પર હુમલો કરાવ્યો હતો... આજે પણ મિઝોરમના લોકો પાંચમી માર્ચે શોક મનાવે છે... આ સત્યને કોંગ્રેસે છુપાવ્યું... તે વખતે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા... આ હુમલો બધાને યાદ છે, પરંતુ આવા હુમલો અગાઉથી જ શરૂ થઈ ગયા હતા.
બીજી ઘટના 1962ની છે... તે ભયાનક પ્રસારણ યાદ છે... ચીન દેશ પર હુમલો કરી રહ્યું હતું... લોકોને મદદની આશા હતી... આ વિકટ પરિસ્થિતિમાં પંડિત નેહરુએ કહ્યું હતું કે, my heart goes out to the people of Assam... નેહરુએ ત્યાંના લોકોને તેમના નસીબ પર જીવા છોડી દીધા હતા...
મોદીએ વધુમાં કહ્યું કે, જે લોકો પોતાને લોહિયાના વારસદાર કહી રહ્યા છે... લોહિયાએ નેહરુ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, નેહરુ જાણીજોઈને નોર્થ ઈસ્ટનો વિકાસ કરી રહ્યા નથી... તે જગ્યાને તમામ બાબતે વિકાસથી વંચિત રખાયું છે...
મોદીએ કહ્યું કે, જ્યાં એક-બે લોકસભા બેઠકો હતી... ત્યાં કોંગ્રેસનું ધ્યાન રહ્યું નથી. જોકે અમારા માટે નોર્થ ઈસ્ટ જિગરનો ટુકડો છે... મોદીએ કહ્યું કે, નોર્થ ઈસ્ટ, મણિપુરની વર્તમાન સ્થિતિનું કારણ કોંગ્રેસ છે...
મણિપુર પર બોલ્યા પીએમ મોદી
વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી નેતાઓએ વોકઆઉટ કર્યું... તેમનું કહેવું હતું કે, મોદી મણિપુર પર કશું જ બોલી રહ્યા નથી... ત્યારબાદ મોદીએ કહ્યું કે, જે લોકોને લોકતંત્ર પર વિશ્વાસ હોતો નથી તે લોકો સંભળાવવા પર તૈયાર હોય છે, પરંતુ સાંભળવા પર તૈયાર હોતા નથી... તેઓ ખોટું ફેલાવીને ભાગી જાય છે.
ત્યારબાદ મોદીએ મણિપુર પર વાત કરી... તેમણે કહ્યું કે, જો ગૃહમંત્રીની ચર્ચા પર વિપક્ષે સહમતિ દર્શાવી હોત તો લાંબી ચર્ચા કરી શકાય... વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ પર તમામ વિષયો પર બોલ્યા... અમારું પણ કર્તવ્ય થાય છે કે, દેશના વિશ્વાસને પ્રગટ કરીએ અને તમામ બાબતો વિશે જણાવીએ... જો માત્ર મણિપુર પર ચર્ચા કરવાની વાત હતી, તો ગૃહમંત્રીએ પત્ર લખીને કહ્યું હતું... પરંતુ વિપક્ષનો ઈરાદો ચર્ચા કરવાનો નહોતો... તેમના પેટમાં દુઃખાવો હતો અને ફોડી રહ્યા હતા માથું....
મોદીએ વધુમાં કહ્યું કે, ગૃહમંત્રીએ મણિપુરની સ્થિતિ અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું, પરંતુ વિપક્ષને રાજકારણ સિવાય બીજું કશું કરવું ન હતું.. મણિપુરમાં એક કોર્ટનો ચુકાદો આવ્યો... તેના પક્ષ-વિપક્ષમાં પરિસ્થિતિ બની અને ત્યારબાદ હિંસા શરૂ થઈ ગઈ... ઘણા લોકોએ પોતાનાઓને ખોટા... મહિલાઓ સાથે ગુનાઓ થયા... કેન્દ્ર અને રાજ્ય સરકાર દોષિતોને સજા અપાવવા માટે કામ કરી રહી છે. દેશ વિશ્વાસ રાખે... મણિપુરમાં શાંતિનો સૂરજ જરૂરથી ઉગશે... હું મણિપુરના લોકોને પણ કહેવા માંગુ છું કે, દેશ તમારી સાથે છે.... અમે તમારી સાથે છીએ...
થોડા દિવસો પહેલાં જ યુપીએના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું વિપક્ષની સાથે મારી સહાનુભૂતિ વ્યક્ત કરવા માંગુ છું... કારણ કે થોડા દિવસે પહેલા જ બેંગલુરુમાં યુપીએના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક તરફ તમે અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા, બીજીતરફ ખુશી મનાવી રહ્યા હતા અને કંઈ બાબતની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.... ખંડેર પર નવું પ્લાસ્ટર લગાવવાની... હું વિપક્ષને કહેવા માંગુ છું કે, તમે તે લોકોને અનુસરી રહ્યા છો, જે ઘણી પેઢીઓ બાદ પણ લાલ મરચા અને લીલા મરચામાં તફાવત શોધી શક્યા નથી.
આ INDIA નહીં, ઘમંડિયા ગઠબંધન, તમામ લોકો વરરાજા બનવા માંગે છે...
વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે, આ INDIA નહીં પણ ઘમંડિયા ગઠબંધન છે, જ્યાં તમામ લોકો વરરાજા બનવા માંગે છે... તમામ લોકો પીએમ બનવા માંગે છે.
ભારતના પણ ટુકડા કરી નાખ્યા
આ દરમિયાન મોદીએ કહ્યું કે, હું વિપક્ષના સાથીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. તમે બેંગલુરુમાં લગભગ બે દાયકા જૂના UPAના અંતિમ સંસ્કાર કર્યા છે. પરંતુ સાથે સાથે ઉજવણી પણ કરી રહ્યા હતા. ખંડેર પર નવું પ્લાસ્ટર લગાવ્યું હતું. દાયકાઓ જૂના ખટારા વાહનને ઇલેક્ટ્રિક વાહન તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસની સમસ્યા એવી છે કે, પોતાને જીવિત રાખવા માટે તેણે NDAનો સહારો લેવો પડ્યો. પરંતુ આદત મુજબ, ઘમંડનો I તેને છોડતો નથી, તેના NDA સાથે બે I ઉમેર્યા. પ્રથમ I 26 પક્ષોનું ગઠબંધન, બીજો I એક પરિવારનું ઘમંડ છે. પોતાને બચાવવા માટે ભારતના પણ ટુકડા કરી નાખ્યા (I.N.D.I.A.).
પીએમ મોદીએ વિપક્ષને કહ્યું-તમે 2028માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશો
પીએમ મોદીએ કહ્યું કે, આ પદ અત્યંત મહેનત અને સખત મહેનતથી પ્રાપ્ત થયું છે. અમે આ રીતે આગળ વધતા રહીશું અને પરિણામ એ આવશે કે ભારત ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જશે. હું દેશનો વિશ્વાસ શબ્દોમાં પણ વ્યક્ત કરવા માંગુ છું અને દેશને વિશ્વાસ છે કે 2028માં જ્યારે તમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવશો ત્યારે આ દેશ પ્રથમ ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હશે. આ દેશની આસ્થા છે.
વિપક્ષ માટે રાજનીતિ પ્રાથમિકતા
PM મોદીએ કહ્યું કે સત્રની શરૂઆતથી જ વિપક્ષે ગંભીરતા સાથે ગૃહની કાર્યવાહીમાં ભાગ લીધો હોત તો સારું થાત. છેલ્લા કેટલાક દિવસોમાં બંને ગૃહોએ જન વિશ્વાસ બિલ, ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કર્યા હતા. એવા બિલ પણ હતા જેનાથી કેરળના માછીમારોને ફાયદો થયો હોત. તેઓ આ બિલને લઈને ચિંતિત નથી. ભારત કેવી રીતે સાયન્સ પાવર તરીકે ઉભરી આવ્યું તે સંબંધિત બિલ સામે તમને કોઈ વાંધો છે? ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ દેશના યુવાનોની ભાવના સાથે પણ જોડાયેલું હતું. આવનારો સમય ટેક્નોલોજીથી ચાલશે, આજે ડેટા સેકન્ડ ઓઈલ, સેકન્ડ ગોલ્ડ ગણાય છે. તેના માટે ગંભીર ચર્ચાની જરૂર હતી, પરંતુ રાજકારણ તમારા માટે પ્રાથમિકતા હતી.
NDA અને BJP 2024ની ચૂંટણીમાં તમામ જૂના રેકોર્ડ
PM
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે NDA અને BJP 2024ની ચૂંટણીમાં તમામ જૂના રેકોર્ડ તોડીને ભવ્ય જીત સાથે લોકોના આશીર્વાદ સાથે જીતશે.
વિપક્ષોએ ફિલ્ડીંગ ગોઠવી પરંતુ ચોગ્ગા-છગ્ગા અહીંથી લાગ્યા
પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રસ્તાવ પર તમે કેવા પ્રકારની ચર્ચા કરી છે. હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો છું કે તમારા દરબારીઓ પણ ખૂબ દુઃખી છે. વિપક્ષે ફિલ્ડિંગ ગોઠવી પરંતુ ચોગ્ગા અને છગ્ગા અહીંથી જ લાગ્યા હતા.
અમે અધીર રંજન પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએઃ વડાપ્રધાન મોદી
લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સૌથી મોટા વિપક્ષી દળના નેતાનું બોલવાની સૂચીમાં નામ જ ન હતું. 1999માં વાજપેયી સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. ત્યારે શરદ પવાર સાહેબે નેતૃત્વ કર્યું. 2003માં અટલીજીની સરકાર હતી. સોનિયાજીએ લીડ સંભાળી, પ્રસ્તાવ રાખ્યો. 2018માં ખડગેજી હતા, તેમણે તેને આગળ વધાર્યો, પરંતુ આ વખતે અધીર બાબૂના શું હાલ થયા? તેમની પાર્ટી તેમને બોલવાનો મોકો ન આપ્યો, એ તો કાલે અમિત ભાઈએ જવાબદારીથી કહ્યું કે, સારું નથી લાગી રહ્યું. તમારી ઉદારતા હતી કે સમય પૂર્ણ થઈ ગયો હતો, ત્યારે પણ તમે તેમને મોકો આપ્યો. પરંતુ ગોળનો ગોબર કેવી રીતે કરવો, તેમાં તે માહેર છે.
વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે : PM મોદી
વડાપ્રધાને કહ્યું કે દેશની જનતાએ વારંવાર અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આજે હું દેશના કરોડો નાગરિકોનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. એવું કહેવાય છે કે ભગવાન ખૂબ જ દયાળુ છે અને તે ભગવાનની ઇચ્છા છે કે તે એક યા બીજા માધ્યમથી તેમની ઇચ્છા પૂરી કરે છે. હું તેને ભગવાનનો આશીર્વાદ માનું છું કે વિરોધ ઠરાવ સાથે આવ્યો. આ પહેલા 2018માં પણ જ્યારે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો ત્યારે તે ભગવાનનો આદેશ હતો. તે સમયે પણ મેં કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ એ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, પરંતુ તે વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. એવું જ થયું. જ્યારે મતદાન થયું ત્યારે તેઓ વિપક્ષના મતોની સંખ્યા એકત્રિત કરી શક્યા ન હતા અને ચૂંટણીમાં NDAને પણ વધુ બેઠકો મળી અને ભાજપને પણ વધુ બેઠકો મળી હતી. એટલે કે એક રીતે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે.
પીએમ મોદીના વિપક્ષ પર વળતા પ્રહારો
આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો ત્રીજો દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી વિપક્ષ પર વળતા પ્રહારો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 26 જુલાઈના રોજ વિપક્ષે મણિપુર હિંસા મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મંગળવારે પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી હતી.

PM આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે NDA અને BJP 2024ની ચૂંટણીમાં તમામ જૂના રેકોર્ડ તોડીને ભવ્ય જીત સાથે લોકોના આશીર્વાદ સાથે જીતશે.
વિપક્ષોએ ફિલ્ડીંગ ગોઠવી પરંતુ ચોગ્ગા-છગ્ગા અહીંથી લાગ્યા
પીએમ મોદી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રસ્તાવ પર તમે કેવા પ્રકારની ચર્ચા કરી છે. હું સોશિયલ મીડિયા પર જોઈ રહ્યો છું કે તમારા દરબારીઓ પણ ખૂબ દુઃખી છે. વિપક્ષે ફિલ્ડિંગ ગોઠવી પરંતુ ચોગ્ગા અને છગ્ગા અહીંથી જ લાગ્યા હતા.