હિંમત હોય તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરો… લોકસભામાં આવું કેમ બોલ્યા ફારુક અબ્દુલ્લા ?

હિંમત હોય તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરો… લોકસભામાં આવું કેમ બોલ્યા ફારુક અબ્દુલ્લા ?

નવી દિલ્હી, તા.09 ઓગસ્ટ-2023, બુધવાર

નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વડા અને લોકસભા સાંસદ ફારુક અબ્દુલ્લાએ આજે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ફારુક અબ્દુલ્લાએ મંત્રી સ્મૃતિ ઈરાનીને ટાંકીને ભાષણ આપ્યું… આ મામલો જમ્મુ-કાશ્મીરના આર્ટિકલ-370 સાથે જોડાયેલો છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દુર હટાવ્યા પહેલા ત્યાં સગીર બાળકીઓના લગ્ન પર કોઈ પ્રતિબંધ ન હતો.

‘સ્મતિ ઈરાની સંપૂર્ણ ખોટા છે’

સ્મૃતિ ઈરાનની વાત પર જવાબ આપતા સાંસદ ફારુક અબ્દુલાએ લોકસભામાં કાશ્મીર પંડિતનો ઉલ્લેખ કર્યો… ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્રની મંત્રીએ કહ્યું કે, જ્યારથી તેમની સરકાર આવી છે, જમ્મુ-કાશ્મીરમાં બાળ વિવાહ થવાના બંધ થઈ ગયા છે, જોક તેઓ સંપૂર્ણપણે ખોટા છે… મહારાજા હરિ સિંહને 1928માં એક એક્ટ બનાવી હતી, જેમાં ત્યાં બાળ વિવાહ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો.

‘ત્યારે હિંદુ, મુસ્લિમ, શિખ, ઈસાઈએ કહ્યું, આપણે સાથે મળીને લડીશું’

ત્યારબાદ ફારુક અબ્દુલાએ કાશ્મીર પંડિતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડિતો પર અત્યાચારનો કાળો ઈતિહાસ છે. જ્યારે કબાયલી હુમલાખોરોએ 1947માં હુમલો કર્યો તો મહારાજા હરિ સિંહની સેના નાની હતી… હિંદુ, મુસ્લિમ, શિખ, ઈસાઈએ કહ્યું કે, આપણે સાથે મળીને લડીશું… ત્યારે કોઈ હથિયારો નહોતા, પરંતુ જુસ્સો હતો… સૌથી પહેલા પટિયાલા રેજિમેન્ટે આવીને અમારી મદદ કરી હતી…

અમને ભારતમાં રહેવા પર ગર્વ પરંતુ…

ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, અમને ભારતમાં રહેવા પર ગર્વ છે, પરંતુ આ દેશનું પણ કર્તવ્ય છે… માત્ર હિંદુઓ માટે નહીં… મુસ્લિમ, શિખ, ઈસાઈ તમામ લોકો માટે… પીએમ મોદી માત્ર એક રંગની આગેવાની કરતા નથી…. સૌની કરે છે… અમે કાશ્મીરી પંડિતોને પરત લાવવાનો પ્રયાસ કર્યો… પરંતુ ત્યારે તેમના પર થઈ રહેલા હુમલાના કારણે યોજનાને રોકી દેવાઈ… તમે જણાવો કે, કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં કેટલા કાશ્મીરી પંડિતોને પરત લાવવામાં સફળ થઈ… એક પણ નહીં… અમે કાશ્મીરી પંડિતો માટે હંમેશા ઉભા રહ્યા… ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, એવું ન કહો કે અમે ભારતનો ભાગ નથી… અમે આ દેશમાં રહેવા માટે ઘણું બલિદાન આપ્યું છે… 

હિંમત હોય તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરો…

ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, કાશ્મીરને પ્રેમ જોઈએ… ત્યાં હજુ પણ શાંતિ સ્થપાઈ નથી… ત્યારે તમે (કેન્દ્ર) જી20ના ડેલિગેશનને ગુલમર્ગ લઈને ન ગયા… મિત્રો બદલી શકાય છે. પડોશીઓ નહીં… મિત્રો સાથે પ્રેમથી રહેશો તો બંને પ્રગતિ કરશો… જો તમારામાં (કેન્દ્ર સરકાર) હિંમત હોય તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરો… અમે તો રોકી રહ્યા નથી… પરંતુ અમારા પર શંકાઓ કરવાની બંધ કરો… કારણ કે અમે આ વતન સાથે ઉભા રહ્યા હતા, ઉભા છીએ અને ઉભા રહીશું…

Share: