રાજ્યસભામાં પણ દિલ્હી સર્વિસ બિલ પાસ, સમર્થનમાં 131 તો વિરોધમાં પડ્યા 102 મત

રાજ્યસભામાં પણ દિલ્હી સર્વિસ બિલ પાસ, સમર્થનમાં 131 તો વિરોધમાં પડ્યા 102 મત

નવી દિલ્હી, તા.07 ઓગસ્ટ-2023, સોમવાર

આજે રાજ્યસભામાં આખો દિવસ દિલ્હી સેવા બિલ પર ચર્ચાઓ ચાલી અને હંગામો પણ થયો. જોકે હવે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. આ બિલ લોકસભામાં ગુરુવારે રજુ કરાયું હતું, ત્યારબાદ આજે રાજ્યસભામાં રજુ કરાયા બાદ બિલને મંજુરી મળી ગઈ છે. લોકસભામાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ પાસ થયા બાદ આજે રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે. આજે રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે દિલ્હી સેવા બિલ પાસ થયું છે. આ બિલ મામલે આજે મતદાન થયું હતું, જેમાં બિલના સમર્થનમાં કુલ 131 મત પડ્યા હતા, જ્યારે આ બિલના વિરોધમાં 102 મત પડ્યા હતા.

Share: