×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, પોલીસ-સૈન્યના સંયુક્ત અભિયાનમાં 2 આતંકી ઠાર

image : IANS


જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી નજીક સૈન્યએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ દરમિયાન બે આતંકીઓને ઠાર મરાયા હતા. એક સંરક્ષણ અધિકારીએ આ  માહિતી આપી હતી. 

પૂંછ જિલ્લામાં બની ઘટના 

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્તવાલે કહ્યું કે પૂંછ જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા છે. 6-7 ઓગસ્ટની સવારે ભારતીય સૈન્ય અને સ્થાનિક પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ આ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવાઈ હતી. 

બે આતંકીઓને ઠાર મરાયા 

તેમાં બે આતંકીઓને સૈન્ય અને પોલીસની સંયુક્ત ટીમે ઠાર માર્યા હતા. એક આતંકવાદીને તાત્કાલિક ઢળી પડેલો જોયો અને બીજા આતંકીએ એલઓસી પરથી પાછા ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં તેને પણ ઠાર મરાયો હતો. તેને પણ ઢળી પડતો જોયો હતો. ઓપરેશન હજુ ચાલુ હોવાની માહિતી મળી રહી છે.