જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સેના અને કુપવાડા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરના અમરોહી વિસ્તારમાં એલઓસીની સાથે એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સેનાએ વાંધાજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

બીજા આતંકીને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ 

સૂત્રોએ જણાવ્યું કે, આ અથડામણમાં એક આતંકવાદી ઠાર થયો હતો. માર્યા ગયેલા અજાણ્યા આતંકવાદીનો મૃતદેહ અને ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, બીજા આતંકીને પકડવા માટે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

કુલગામમાં ત્રણ જવાનો શહીદ થયા

ગઈકાલે કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 3 જવાન શહીદ થયા હતા. આની જવાબદારી લેતા આતંકવાદી સંગઠન PAFFએ તેને કલમ 370 નાબૂદ કરવાનો બદલો ગણાવ્યો છે. સૈન્યને કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન શુક્રવારે સૈનિકો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 જવાન ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Share: