×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ અંગે સરકારની સ્પષ્ટતા, લાઇસન્સ મેળવવા અપાશે સમય


સરકારે તાજેરતમાં જ  લેપટોપ, કોમ્પુટર અને ટેબ્લેટ જેવી બાબતોની આયાતો પર પ્રતિબંધ મુક્યો હતો. જે અંગે આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લાદવામાં આવેલા નિયંત્રણો અંગે સ્થિતિ સ્પષ્ટ કરતું નિવેદન બહાર પાડ્યું છે. એક પ્રશ્નના જવાબ આપતા નવા ધોરણોને લાગુ કરવા માટે તેમણે જણાવ્યું હતું કે, આને લાગુ કરવા માટે સમયગાળો રહેશે જે ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે.

આ નિર્ણય સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે

IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, લેપટોપ, ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સિંગની જરૂરિયાત દાખલ કરવાનો ભારતનો નિર્ણય સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે અને ખાતરી કરશે કે તેની ટેક ઇકોસિસ્ટમ માત્ર વેરિફાઇડ સિસ્ટમનો ઉપયોગ કરે છે. મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, વિશ્વસનીય હાર્ડવેર અને સિસ્ટમ્સ સુનિશ્ચિત કરવાનું સરકારનું લક્ષ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને આવા ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માંગે છે.

આયાત કરેલ માલને ક્લિયર કરવા સરકારની સ્પષ્ટતા 

વિદેશી વેપાર મહાનિદેશાલય દ્વારા રજૂ કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, આયાત માટે લાયસન્સ વિના 31.10.2023 સુધી આયાત માલને ક્લિયર કરી શકાય છે. 01.11.2023 થી આયાત માલના ક્લિયરન્સ માટે, પ્રતિબંધિત આયાત માટે માન્ય લાઇસન્સ આવશ્યક છે.

પ્રતિબંધોના અમલીકરણને ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવવામાં આવશે

રાજ્ય મંત્રીના ટ્વિટને અનુરૂપ, આ આયાત પ્રતિબંધોના અમલીકરણને ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવવામાં આવશે. આ પગલાથી એપલ, સેમસંગ, એચપી, લેનોવો અને અન્ય મોટા ઉત્પાદકોને તેમની સપ્લાય ચેઈનને અસર કર્યા વિના જરૂરી લાઇસન્સ મેળવવાનો સમય મળશે.