×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ચુપ રહો, નહીંતર EDના દરોડા પડશે', મીનાક્ષી લેખીના સંસદમાં નિવેદનથી વિપક્ષ વિફર્યો, ઊઠાવ્યા સવાલો


દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. બિલ પર ચર્ચા દરમિયાન જ્યારે અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા ત્યારે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આ દરમિયાન ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીના એક નિવેદનની ભારે ચર્ચા થઈ હતી.

'ચુપ રહો, નહીંતર EDના દરોડા પડશે'

વાસ્તવમાં જ્યારે દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે મંત્રી લેખીએ બિલની તરફેણમાં બોલ્યા ત્યારે હોબાળો થયો હતો. આના પર મીનાક્ષી લેખીએ વિપક્ષને મૌન જાળવવાની ચેતવણી આપી, નહીંતર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તમારા ઘર સુધી પહોંચી શકે છે. 

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાએ વ્યક્ત કરી નારાજગી 

લેખીના નિવેદન બાદ વિપક્ષોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, લોકસભામાં લેખીની "ઉશ્કેરણીજનક ધમકી" એ વિપક્ષના આરોપોને સમર્થન આપ્યું છે કે સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેણે ટ્વીટ કર્યું, લોકસભામાં ગરમાયેલા વાતાવરણમાં મીનાક્ષી લેખીએ આપેલી આ ધમકી સાબિત કરે છે કે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઇ રહ્યો છે.

શું લોકસભામાં લેખીની ટિપ્પણી "ચેતવણી" હતી કે "ધમકી"  કોંગ્રેસના પ્રહાર

મીનાક્ષી લેખીના નિવેદન પર, ભારતીય યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીએ પ્રશ્ન કર્યો કે, શું લોકસભામાં લેખીની ટિપ્પણી "ચેતવણી" હતી કે "ધમકી" હતી. 

TMCએ કહ્યું- આ ખુલ્લી ધમકીની નિશાની 

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ સંસદમાં લેખીની ED ટિપ્પણીઓને આઘાતજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે મંત્રી હવે વિપક્ષી નેતાઓ સામે EDનો ઉપયોગ કરવાની "ખુલ્લી ધમકી" આપી રહ્યા છે.