×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય વાયુસેનાને મળી ખતરનાક ઈઝરાયેલી સ્પાઈક મિસાઈલ, ટુંક સમયમાં કરાશે પરીક્ષણ, જુઓ તેની તાકાત

નવી દિલ્હી, તા.03 ઓગસ્ટ-2023, ગુરુવાર

ભારતીય વાયુ સેના પહાળો પાછળ છુપાયેલા દુશ્મનના ઠેકાણાઓનો ખાતમો બોલાવવા પોતાને મજબુત કરી રહી છે, ત્યારે હવે વાયુ સેનાને વધુ મજબુત બનાવવા ભારતમાં ખતરનાક મિસાઈલની એન્ટ્રી થઈ છે. વાયુ સેના (IAF)ને ઈઝરાયેલી સ્પાઈક નોન લાઈન ઓફ સાઈટ (એનએલઓએસ) એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલ અપાઈ છે. આ મિસાઈલ 30 કિલોમીટર દૂર ઉભેલા દુશ્મન અને તેના ટેંક પર પળવારમાં હુમલો કરી શકે છે. આ મિસાઈલથી ઊંચાઈવાળા વિસ્તારોમાં દુશ્મનના ટેંકોનો પણ ખાતમો થઈ શકે છે. આ મિસાઈલ અંગે સંરક્ષણ સૂત્રોએ માહિતી આપી છે.

વાયુ સેના ટુંક સમયમાં આ મિસાઈલનું પરીક્ષણ કરશે

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતને ઈઝરાયેલની ખતરનાક સ્પાઈક એનએલઓએસ એન્ટી-ટેન્ક મિસાઈલો અપાઈ છે. વાયુ સેના ટુંક સમયમાં આ મિસાઈલનું પરીક્ષણ કરશે.  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટાપ્રમાણમાં ટેન્ક વિરોધી મિસાઈલોનો ઉપયોગ કરાયો છે, તે જોતાં ભારતીય વાયુસેના તેના રશિયન હેલિકોપ્ટર કાફલાને ઈઝરાયેલી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સથી સજ્જ કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મિસાઈલો રશિયન હેલિકોપ્ટરો Mi-17વી5માં લગાવાશે. આમ કરવાથી દૂર સુધીના લક્ષ્યને સરળતાથી નિશાન બનાવી શકાશે અને ઈમરજન્સીમાં પણ ખૂબ અસરકારક સાબિત થશે. 

NLOS મિસાઈલને ભારત લાવવાની 2 વર્ષથી વિચારણા

જ્યારે ચીને પૂર્વી લદ્દાખમાં નિયંત્રણ રેખા (LAC) પાસે મોટી સંખ્યામાં સૈનિકો અને ટેન્ક તૈનાત કરી હતી, ત્યારે ભારતીય વાયુસેનાએ આ મિસાઈલોને 2 વર્ષ પહેલા પોતાના કાફલામાં સામેલ કરવાનું વિચાર્યું હતું. અગાઉ ટેન્કોથી યુદ્ધ કરવા માટે પશ્ચિમ સરહદને અનુકૂળ મનાતું હતું, પરંતુ હવે આ મિસાઈલ પશ્ચિમ અને પૂર્વ બંને સરહદોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાએ માત્ર મર્યાદિત સંખ્યામાં એનએલઓએસ એન્ટી ટેન્ક મિસાઈલોનો ઓર્ડર આપ્યો છે.