×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાએ યૂક્રેનના ખેરસોનમાં કર્યો આડેધડ ગોળીબાર, 18મી સદીનું ઐતિહાસિક ચર્ચ ધ્વસ્ત

ખેરસોન, તા.03 ઓગસ્ટ-2023, ગુરુવાર

છેલ્લા દોઢ વર્ષથી રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયાએ ભારે ગોળીબાર કરી યૂક્રેનના ખેરસોન શહેરને તબાહ કરી દીધું છે. ગોળીબારમાં ખેરસનમાં 18મી સદીના ઐતિહાસિક ચર્ચને પણ ભારે નુકસાન થયું છે. આ હુમલા અંગે યુક્રેને જણાવ્યું કે, બીજીવાર ભારે ગોળીબાર કરાતા તેના 4 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ કર્મચારીઓ સેંટ કેથરીન્સ કૈથેડ્રલમાં લાગેલી આગ ઓલાવવાનું કામ કરી રહ્યા હતા.

ગોળીબારમાં ચાર લોકો ઈજાગ્રસ્ત

જનરલ પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું કે, ગોળીબારના પ્રથમ રાઉન્ડ દરમિયાન અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક ટ્રોલીબસને પણ નિશાન બનાવવામાં આવી હતી. ગત અઠવાડિયે મિસાઈલ હુમલામાં ઓડેસામાં એક લોકપ્રિય ઓર્થોડોક્સ કેથેડ્રલને મોટું નુકસાન થયા બાદ ભારે ગોળીબાર કરાયો હતો. 1781માં બનેલી ખેરસોન ચર્ચ શહેરની સૌથી નોંધપાત્ર ઈમારતોમાંની એક છે.

કિવમાં ધડાધડ ડ્રોન હુમલાઓ

એક અન્ય ઘટનામાં કિવના ગવર્નર રુસલન ક્રાવચેન્કોએ જણાવ્યું કે, રશિયાએ કિવ પર ઘણા ડ્રોન હુમલાઓ કર્યા છે, જો કે તમામ ડ્રોને તોડી પડાયા છે અને કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી... રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, મોસ્કોથી 150 કિમી દક્ષિણમાં કાલુગા ક્ષેત્રમાં 6 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે.