×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યસભામાં INDIA ગઠબંધનમાં પડ્યા ફાટા ! TMC નેતાના એક નિર્ણયે તમામ વિપક્ષી નેતાઓનું વધાર્યું ટેન્શન

નવી દિલ્હી, તા.03 ઓગસ્ટ-2023, ગુરુવાર

મણિપુર હિંસાને લઈ સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે રાજ્યસભામાં ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયનના નિવેદન બાદ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ના તમામ સહયોગી નેતાઓ ટેન્શનમાં આવી ગયા છે. આજે રાજ્યસભામાં ડેરેકે ગઠબંધનને જાણ કર્યા વગર પોતાની જાતે ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું કહેતા ગઠબંધન ‘ઈન્ડિયા’ના તમામ નેતાઓ આશ્ચર્યમાં મુકાયા છે. વિપક્ષો સતત નિયમ 267 હેઠળ ચર્ચા કરવા મક્કમપણે કહી રહ્યા છે, ત્યારબાદ અધ્યક્ષે પણ ચર્ચા કરવા માટે વધુ સમય આપવાની વાત કરી અને પિયૂષ ગોયલે પણ ડેરેકનો આભાર વ્યક્ત કર્યો... જોકે ડેરેકની વાત સાંભળી સહયોગી મલ્લિકાર્જુન ખડગે સહિત તમામ વિપક્ષી નેતાઓ આશ્ચર્યમાં મુકાયા છે.

રાજ્યસભાના અધ્યક્ષે નિયમ 267 હેઠળ મળેલી 37 નોટિસનો અસ્વિકાર કર્યો

મણિપુર હિંસા પર ચર્ચા મુદ્દે રાજ્યસભાની કાર્યવાહીમાં સતત અવરોધ જોવા મળી રહ્યો છે, કારણ કે વિપક્ષો ભારપૂર્વક કહી રહ્યા છે કે, મણિપુર હિંસા પરની ચર્ચા માત્ર નિયમ 267 હેઠળ થવી જોઈએ... તો બીજીતરફ સરકાર રાજ્યસભાના નિયમ 176 હેઠળ ટૂંકા ગાળાની ચર્ચા કરવા માંગે છે. સૂચીબદ્ધ કાગળો ગૃહમાં રજુ કરાયા બાદ અધ્યક્ષે કહ્યું કે, તેમને મણિપુર મુદ્દે નિયમ 267 હેઠળ 37 નોટિસ મળી છે, જોકે કોઈપણ નોટિસનો સ્વિકાર કરાયો નથી.


મણિપુર મુદ્દે 6થી 8 કલાક સુધી ચર્ચા કરવામાં આવે

ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, લોકો મણિપુર મુદ્દા પર સાંભળવા માંગે છે અને આ મામલે વિપક્ષી દળો ચર્ચા કરવા માંગે છે. ટીએમસી નેતાએ હોબાળો સમાપ્ત કરવાનો ઉકેલ શોધવા મજબૂત વાત મુકી... તેમણે મણિપુર મુદ્દે 6થી 8 કલાક સુધી ચર્ચા કરવાનું સૂચન આપ્યું... ત્યારબાદ અધ્યક્ષે ટીએમસી નેતાના સૂચન પર ગૃહના નેતા પિયૂષ ગોયલનો અભિપ્રાય માંગ્યો...


પીયૂષ ગોયલે કહ્યું, સરકાર ચર્ચા માટે તૈયાર

પીયૂષ ગોયલે ચર્ચા માટે તત્પરતા દેખાડનાર ટીએમસી નેતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મણિપુર હંમેશા એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય બનાવવા તમામ લોકોએ સાથે મળીને કામ કરવું પડશે. ગોયલે કહ્યું કે, સરકાર મણિપુર પર ચર્ચા કરવા ઈચ્છુક છે.