×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

50 વિલફૂલ ડિફોલ્ટરોએ બેન્કોનું 87,295 કરોડનું ફલેકું ફેરવ્યું, 10,57,326 કરોડની લોન માફ કરાઈ!

દેશની બેન્કોને કરોડો-અબજોનો ચૂનો લગાવી ફરાર થઈ જનારા લોનધારકોની યાદી લાંબી છે. આ મામલે નાણા મંત્રાલય વતી ટોચના 50 વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર કરવામાં આવી હતી. આ લોકો પર તમામ બેંકોના 87295 કરોડ રૂપિયા લેવાના નીકળે છે.  તેમાં સૌથી ઉપર મેહુલ ચોક્સી (Mehul Choksi) અને ઋષિ અગ્રવાલ (Rishi Agarwal) જેવા નામ સામેલ છે. નાણા રાજ્યમંત્રી ડૉક્ટર ભાગવત સિંહ કરાડે (Dr Bhagwat Karad) રાજ્યસભામાં આ આંકડા જાહેર કર્યા હતા. 

રાજ્યસભામાં મળી આ માહિતી 

રાજ્યસભામાં જાણકારી આપતાં નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે જણાવ્યું કે મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ (Gitanjali Gems) સહિત ટોપ 50 વિલફૂલ ડિફોલ્ટરો પર બેન્કોના 87,295 કરોડ રુપિયા લેવાના નીકળે છે. રાજ્યમંત્રીએ રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે આ જાણીજોઈને લોન ન ચૂકવનારાઓમાંથી ટોપ-10 પર અનુસૂચિત વાણિજ્યક બેન્કો (SCB) ના 40,825 કરોડ રુપિયા લેવાના નીકળે છે. 

સૌથી મોટો ડિફોલ્ટર મેહુલ ચોક્સી 

ગત પાંચ વર્ષના આંકડા રજૂ કરતાં નાણા રાજ્યમંત્રી ભાગવત સિંહ કરાડે કહ્યું કે SCBએ આ મુદ્દત દરમિયાન 10,57,326 કરોડ રુપિયાની કુલ લોન માફ કરી છે એટલે કે તેને એનપીએમાં નાખી દીધી છે.  તેમ છતાં તેની આટલી રકમ હજુ સુધી તેણે ઉઘરાવવાની જ બાકી છે. જેનો લગભગ તેને ચૂનો લાગી ગયો છે. તેની સાથે જ આ જાણી જોઈને લોન ન ચૂકવનારા ભાગેડુઓમાં મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ સૌથી મોટી ડિફોલ્ટર છે જેના પર બેન્કોનું  8,738 કરોડ રુપિયાનું દેવું છે. 

ચોક્સી બાદ આ મોટા નામો યાદીમાં સામેલ 

અન્ય ડિફોલ્ટરોની વાત કરીએ તો મેહુલ ચોક્સી બાદ ઋષિ અગ્રવાલની એબીજી શિપયાર્ડ લિમિટેડ (ABG Shipyard Limited), આરઈઆઈ એગ્રો લિમિટેડ (REI Agro Limited) અને એરા ઈન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ (Era Infra Engineering Limited)નું નામ આવે છે.