×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાના કારણે UN સહિત ઘણાં દેશો પર અનાજ સંકટ : સંયુક્ત રાષ્ટ્રએ માંગવી પડી મદદ

નવી દિલ્હી, તા.02 ઓગસ્ટ-2023, બુધવાર

રશિયાએ ગત મહિને યુક્રેન સાથે અન્ન સપ્લાય કરવાનો કરાર તોડવા ગણા દેશો તો સંકટમાં મુકાયા છે, સાથે સાથે સંયુક્ત રાષ્ટ્ર પર પણ અનાજનું સંકટ આવી ચઢ્યું છે... યુક્રેન આફ્રિકા, પશ્ચિમ એશિયા તેમજ એશિયાના દેશોમાં ખાદ્ય પદાર્થોની નિકાસ કરી શકે તે માટે તેણે રશિયા સાથે ‘કાળા સાગર ખાદ્યાન્ન સમજુતી’ કરાર કર્યો હતો, જોકે તેને રશિયાએ તોડી નાખ્યા બાદ આ દેશોમાં અનાજ પહોંચાડાવમાં મુશ્કેલી આવી છે. યુક્રેન તેનું અનાજ બ્લેક-સી મારફતે અન્ય દેશોમાં અનાજ પહોંચાડતું હતું, જેમાં રશિયાએ અવરોધ ઉભો કરી દેતા અન્ય દેશોમાં અનાજ સંકટ સર્જાયું છે. ઉપરાંત આ અવરોધના કારણે સંયુક્ત રાષ્ટ્રના અનાજ કાર્યક્રમ તેમજ તેની એજન્સીઓના કામ પર અસર પડી છે... સંકટગ્રસ્ત દેશોમાં મદદ પહોંચાડવામાં સંયુક્ત રાષ્ટ્ર ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું, અમારે અન્ય દેશો પાસે અનાજ માટે મદદ માંગવી પડશે

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કાર્લ એસ.એ જણાવ્યું કે, હવે અમારે અન્ય દેશો પાસે અનાજ માટે મદદ માંગવી પડશે... અમે બજારની સ્થિતિ વિશે જાણતા નથી, પરંતુ ખાદ્ય પદાર્થોની કિંમતમાં વૃદ્ધિ થશે.... ડબલ્યૂએફપીએ ગઈકાલે બજેટમાં કાપ કર્યો હોવાનો હવાલો આપતા મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ જોર્ડનમાં 2 શિબિરોમાં રહેતા 1.20 લાખ સીરિયાઈ શરણાર્થિઓને દર મહિને અપાતી રોકડ સહાય ઘટાડવાની શરૂ કરાઈ છે, જેના કારણે શરણાર્થીઓ અને જોર્ડરના અધિકારીઓ પરેશાન છે.

કાર્લ સ્કાઉ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)

જોર્ડનના શરણાર્થિઓને અપાતી સહાયમાં ઘટાડો થશે

એજન્સીએ કહ્યું કે, તેઓ જોર્ડરમાં 50 હજાર શરણાર્થિઓને કરાતી મદદમાં ધીરે ધીરે ઘટાડો કરશે... આ અહેવાલો સામે આવ્યા બાદ નોકરી અને મોંઘવારી સામે સંઘર્ષ કરી રહેલા જોર્ડનમાં સીરિયાઈ શરણાર્થિઓ નિરાશ થયા છે. અમ્માનમાં એક સીરિયાઈ શરણાર્થી ખલીજા મહમૂદે કહ્યું કે, આ નિર્ણયે અમારી જિંદગી બરબાદ કરી નાખી છે... અમે એપાર્ટમેન્ટનું ભાડું, વીજળીનું બિલ, પાણીનું બિલ કેવી રીતે ચુકવીશું ? અમારી આટલી ક્ષમતા નથી... 

રશિયાએ યુક્રેન સાથેનો અનાજ સપ્લાય કરાર તોડવા ઘણા દેશો પર સંકટ

ઉલ્લેખનિય છે કે, રશિયાએ ‘કાળા સાગર ખાદ્યાન્ન સમજુતી’થી પીછેહઠ કરી છે. આ કરાર ખાદ્યાન્ન સંકટનો સામનો કરવા માટે યૂક્રેનથી અનાજને સુરક્ષિત નિકાસ કરવા માટેનો હતો. જુલાઈ 2023માં રશિયાએ યુક્રેન સાથેનો અનાજ સપ્લાય કરવાનો કરાર તોડી નાંખ્યો છે, જેના કારણે ઘણા બધા દેશો પર અનાજ સંકટ તોળાયું છે. યુક્રેન દ્વારા મોટાભાગનું અનાજ બ્લેક સી રુટ પરથી નિકાસ કરાય છે... જોકે તેના પર રશિયાએ નજર બગાડી નાકાબંધી શરૂ કરી દીધી છે.