×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'માફી માંગવાનું કોઈ કૃત્ય જ નથી', મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ

(Photo Source: @RahulGandhi/Twitter)

માનહાનિ મામલે પોતાની અરજી પર શુક્રવારે થનારી સુનાવણી પહેલા જ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. રાહુલ ગાંધીઓ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામાં દાખલ કરીને કહ્યું કે, માફી માંગવાનો સવાલ ઉઠતો નથી. પ્રથમ દ્રષ્ટિએ આ માનહાનિનો કેસ જ નથી બનતો. માફી માંગવાનું કોઈ કૃત્ય જ નથી. 

તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમાં સફળતાની સંભાવના છે. એટલા માટે સજા પર સુપ્રીમ કોર્ટ રોક લગાવી દે. પૂર્ણેશ મોદીએ સીધું તેમનું ભાષણ નહોતું સાંભળ્યું. મારા કેસને અપવાદ ગણીને રાહત આપવામાં આવે.

તેમણે કહ્યું કે, માનહાનિ કેસમાં વધુ સજાને લઈને સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે. પૂર્ણેશ મોદી ખુદ મૂળ રીતે મોદી સમાજના નથી. તેમણે આ પહેલા કોઈ કેસમાં સજા મળી નથી. માફી ન માંગવાને લઈને અભિમાની ગણવો ખોટું છે.

પૂર્ણેશ મોદીએ શું કર્યો દાવો?

મોદી સરનેમ માનહાનિ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં 31 જુલાઈએ જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજી ફગાવવાની માંગ કરી હતી. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતાની સજા પર રોક લગાવવાની માંગ કરી છે અને તેના પર 4 ઓગસ્ટના રોજ સુનાવણી થવાની છે.

પૂર્ણેશ મોદીએ કહ્યું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી. તેમનું આચરણ અભિમાન ભર્યું છે. વગર કારણે એક આખા વર્ગને અપમાનિત કર્યા બાદ તેમણે માફી માંગવાની ના પાડી.

રાહુલ ગાંધી શા માટે સુપ્રીમ કોર્ટ ગયા?

માનહાનિ મામલે રાહુલ ગાંધીએ આ વર્ષે માર્ચમાં સુરતની એક કોર્ટે બે વર્ષની કેદની સજા સંભળાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈએ તેમની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જ્યાં 21 જુલાઈએ ગુજરાત સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ મોકલીને જવાબ દાખલ કરવા કહ્યું હતું.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ 13 એપ્રિલે 2019એ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, તમામ ચોરના ઉપમાન મોદી કેમ હોય છે? જેને લઈને પૂર્ણેશ મોદીએ 2019માં તેમના વિરૂદ્ધ ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કરાયો હતો.