×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રમ્પ સામે ત્રીજો ગુનાહિત કેસ, 45 પાનાની ચાર્જશીટ, લાગ્યા 4 આરોપ, શું આગામી ચૂંટણી લડી શકશે?

image : facebook


પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ટ્રમ્પ સામે ગુનાહિત આરોપો ઘડવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણીની હારની ભરપાઈ કરવા અને સત્તાના હસ્તાંતરણને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

ફેડરલ પ્રોસીક્યુટરે શું કહ્યું?   

આરોપમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પના ચૂંટણી જીતવાના દાવા ખોટા હતા. તે જાણતા હતા કે તેમના દાવા ખોટા હતા, છતાં તેને પુનરાવર્તિત કર્યા અને તેનો મોટાપાયે પ્રચાર કર્યો. તેમણે આવું દેશમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા, જનતાને ઉશ્કેરવા અને ચૂંટણી પ્રશાસનમાં જનતાના વિશ્વાસને ડહોળવા માટે કર્યું હતું. ફેડરલ પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ષડયંત્ર દ્વારા સત્તામાં રહેવા માંગતા હતા.

ટ્રમ્પ સામે શું આરોપો હતા?

2020ની અમેરિકાની ચૂંટણીના પરિણામોને પલટાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની તપાસ કરી રહેલા વિશેષ વકીલે 45 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આમાં, ટ્રમ્પ સામે ચાર આરોપો મૂકાયા છે - તેમાં અમેરિકા સાથે દગો કરવાનું કાવતરું, સત્તાવાર કાર્યવાહીમાં અવરોધ પેદા કરવાનો પ્રયાસ, લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ અને સરકારી કાર્યવાહીને ખોરવવી તથા અધિકારોનું ઉલ્લંઘન કરવાનું કાવતરું સામેલ છે.

ટ્રમ્પ સામે આ ત્રીજો ગુનાહિત કેસ? 

પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ ત્રીજો ગુનાહિત કેસ છે. તે 2024માં વ્હાઇટ હાઉસ ફરી મેળવવા માંગે છે. ટ્રમ્પ ગુરુવારે અમેરિકી ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા છુટકન સમક્ષ કોર્ટમાં હાજર થવાના છે. ટ્રમ્પ સામે આ ગુનાહિત કેસ એવા સમયે નોંધાયો છે જ્યારે તેઓ તેમના પક્ષના  રાષ્ટ્રપતિ પદના નોમિનેશનને કબજે કરવાની રેસમાં આગળ છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે. તેમ છતાં તેમની સામેના આ આરોપો આધુનિક ઇતિહાસમાં અમેરિકન લોકશાહી માટે સૌથી ગંભીર ખતરો છે.