મણિપુરમાં કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગ્યા : સુપ્રીમની લપડાક
- ડીજીપી હાજર થાય, વધુ સુનાવણી આગામી સપ્તાહે : સીજેઆઈ
- હિંસાના 6,500 કેસોની તપાસ એકલી સીબીઆઈ નહીં કરી શકે અને રાજ્ય પોલીસ પર વિશ્વાસ નથી : એસઆઈટીની રચનાના સંકેત
- મણિપુરમાં પોલીસની કાર્યવાહી એકદમ 'સુસ્ત' અને 'બેદરકારીપૂર્ણ' : સીજેઆઈ ચંદ્રચૂડ
- સીબીઆઈને નગ્ન પરેડની પીડિતાઓના નિવેદન લેતા અટકાવાઈ
- મણિપુરમાં હિંસા માટે માત્ર એક સમાજને જવાબદાર ઠેરવી શકાય નહીં તેમ કહેતાં સુપ્રીમે પીઆઈએલ ફગાવી
નવી દિલ્હી : મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી જાતીય હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. મણિપુરમાં કાયદો-વ્યવસ્થા તેમજ બંધારણીય મશીનરીની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી હોવાનું જણાવતા સુપ્રીમ કોર્ટે રાજ્યના ડીજીપીને હાજર ફરમાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં હિંસાના કેસોની તપાસને એકદમ 'સુસ્ત' અને 'ખૂબ જ ઢીલાશપૂર્ણ' ગણાવી હતી. પૂર્વોત્તરના રાજ્યમાં બેકાબૂ જાતીય હિંસા શાંત કરવામાં કાયદાકીય એજન્સીઓની કામ કરવાની રીતની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણીમાં ડીજીપીને બધા જવાબો સાથે હાજર રહેવા આદેશ આપ્યો છે. બીજીબાજુ સુપ્રીમે સીબીઆઈને પણ નગ્ન પરેડનો ભોગ બનેલી પીડિતાઓના નિવેદન લેવા સહિતની કાર્યવાહી કરતાં અટકાવી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચે જણાવ્યું હતું કે મણિપુરમાં પોલીસે કાયદો વ્યવસ્થા પરથી સંપૂર્ણપણે નિયંત્રણ ગુમાવી દીધું છે. બેન્ચે પોલીસ મહાનિદેશકને આ કેસની અરજીઓ પર સુનાવણી કરતી વખતે બધા જ જવાબો સાથે વ્યક્તિગતરૂપે હાજર રહેવા નિર્દેશ આપ્યા હતા. બેન્ચે કહ્યું કે તેઓ બધા જ સવાલોના જવાબો સાથે આવે. ઝીરો એફઆઈઆર ક્યારે થઈ, ક્યારે રેગ્યુલર એફઆઈઆર થઈ, કેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા, પીડિતાનું નિવેદન ક્યારે લેવાયું. તેમની પાસે બધા સવાલોના જવાબ હોવા જોઈએ.
આ સાથે ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાને સમાવતી બેન્ચે ૪થી મેના રોજ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવાનો વીડિયો ખૂબ જ પરેશાન કરનારો ગણાવ્યો હતો. આ સાથે જ બેન્ચે સરકારને ઘટના, આ કેસમાં 'ઝીરો એફઆઈઆર' અને નિયમિત એફઆઈઆર કરવાની તારીખ જણાવવા કહ્યું હતું. ૪થી મેનો આ વીડિયો ૧૯ જુલાઈએ સામે આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં અંદાજે ૬,૫૦૦ એફઆઈઆરમાં કેટલા લોકોને નામજદ કરાયા છે અને તેમની ધરપકડ માટે કયા પગલાં લેવાયા છે. સીજેઆઈ ચંદ્રચૂડે મૌખિક ટીપ્પણી કરતાં કહ્યું કે, તપાસ ખૂબ જ ધીમી છે, એફઆઈઆર ખૂબ જ વિલંબથી નોંધાઈ છે અને ધરપકડો થતી નથી. કોઈ નિવેદનો નોંધાયા નથી. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા અને બંધારણીય મશીનરી સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે.
મુખ્ય ન્યાયાધીશે ઉમેર્યું કે, એક બાબત ખૂબ જ સ્પષ્ટ છે કે વીડિયો કેસમાં એફઆઈઆર નોંધવામાં ખૂબ જ વિલંબ થયો હતો. આ કેસની સુનાવણી દરમિયાન મણિપુર સરકારે બેન્ચને જણાવ્યું કે તેણે મે મહિનામાં જાતીય હિંસા થયા પછી ત્રણ મહિનામાં ૬,૫૨૩ એફઆઈઆર નોંધાઈ છે. કેન્દ્ર અને મણિપુર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું કે, બે મહિલાઓના જાતીય શોષણના કેસમાં રાજ્ય પોલીસે ઝીરો એફઆઈઆર નોંધી હતી. તેમણે ઉમેર્યું હતું કે બે મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો સામે આવ્યા પછી પોલીસે તેમના નિવેદન નોંધ્યા હતા.તેમણે ઉમેર્યું કે એક બાબત સ્પષ્ટ છે કે મહિલાઓની નગ્ન પરેડના કેસમાં એફઆઈઆર નોંધવામાં ઘણો વિલંબ થયો છે. મણિપુર પોલીસ અંગે નારાજગી વ્યક્ત કરતાં સીજેઆઈએ સવાલ કર્યો કે શું મહિલાઓને ભીડને સોંપનારા પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરાઈ હતી? મણિપુરની સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજ્ય પોલીસ હિંસાના કેસોની તપાસ કરવામાં અક્ષમ છે. તેણે સ્થિતિ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સવારે સીબીઆઈને મણિપુરમાં પીડિત મહિલાઓના નિવેદન નહીં નોંધવા માટે નિર્દેશ આપ્યા હતા. હકીકતમાં ડીજીપીને હાજર થવાનો આદેશ આપ્યા પછી સુપ્રીમમાં પીડિતાઓ તરફથી હાજર થયેલા વકીલે કહ્યું કે, સીબીઆઈ આજે બપોરે પીડિતાઓના નિવેદન નોંધવાની છે. આથી, સીજેઆઈએ સીબીઆઈને મહિલાઓના નિવેદન લેતાં રોકી હતી. દરમિયાન કેન્દ્ર સરકારે મણિપુરમાં હિંસાના કેસો સીબીઆઈને ટ્રાન્સફર કરવા રજૂઆત કરી હતી. આ અંગે ચંદ્રચૂડે કહ્યું કે, ૬,૫૦૦ એફઆઈઆરની તપાસ સીબીઆઈને સોંપવી અશક્ય છે જ્યારે રાજ્ય પોલીસ પર તેની જવાબદારી સોંપી શકાય તેમ નથી. આ સાથે સુપ્રીમે તેના નિરીક્ષણમાં એસઆઈટી રચવાના સંકેત આપ્યા હતા.
દરમિયાન મણિપુર મુદ્દે જાહેર હિતની એક અરજી પર વિચાર કરવાનો ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી એવી ધારણા સાથે દાખલ કરાઈ છે કે જાતીય હિંસા માટે એક વિશેષ સમુદાયને જ જવાબદાર ઠેરવવો જોઈએ. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચે અરજીની વ્યાપક પ્રકૃતિ અને તેની ધારણા પર વાંધો ઉઠાવ્યો હતો. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, મણિપુરમાં એક સમૂહને આતંકવાદી રૂપે બ્રાન્ડ કરી શકાય નહીં.