×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનમાં અચાનક પેટ્રોલ 20 રૂપિયા થયું મોંઘું, એક લીટરનો ભાવ 270ને પાર

નાણાકીય સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને ભલે IMFથી લઈને ચીન સુધી મદદનો ભરોસો મળ્યો છે. પરંતુ દેશની જનતા મોંઘવારીના મારથી ત્રાસી ગઈ છે. પહેલાથી જ જીવન જરૂરિયાતની વસ્તીઓ લોટ, દૂધ, શાકભાજીના વધેલા ભાવથી લોકો હેરાન છે. જોકે, પાકિસ્તાનમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 19 રૂપિયા પ્રતિ લીટરનો મોટો વધારો કરાયો છે.

કેટલો થયો ભાવ વધારો?

જિયો ન્યૂઝના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું છે કે, ઓઈલના ભાવમાં હાલમાં થયેલા વધારાનું એલાન સરકાર તરફથી જુલાઈ મહિનાના અંતિમ દિવસ એટલે કે 31 જુલાઈ 2023ના રોજ કરાયું છે. જેમાં કહેવાયું છે કે, પાકિસ્તાનમાં પેટ્રોલના હાલના ભાવમાં 19.95 રૂપિયા પ્રતી લીટર અને ડીઝલના ભાવમાં 19.90 રૂપિયા પ્રતિ લીટરનો વધારાનો નિર્ણય લેવાયો છે. પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ 1 ઓગસ્ટ 2023થી લાગૂ થઈ ગયા છે. પહેલાથી જ મોંઘવારીનો માર સહી રહેલી જનતા માટે આ નિર્ણય મોટા ઝટકાથી કમ નથી.

273 રૂપિયા પર પહોંચ્યું પેટ્રોલ

પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારના પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલમાં વધારો થયા બાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલનો નવો ભાવ 272.95 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. તેની સાથે જ ડીઝલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. 19 રૂપિયાના વધારા બાદ દેશમાં એક લીટર ડીઝલનો ભાવ વધીને 273.40 રૂપિયા થઈ ગયો છે. આ વધારા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્રમશઃ 253 રૂપિયા પ્રતિ લીટર અને 253.50 રૂપિયા પ્રતિ લીટર હતા.

સરકારે કહ્યું- રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવાયો

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને પાકિસ્તાન સરકારે રાષ્ટ્રહિતમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. પાકિસ્તાનના નાણામંત્રી ડારે કહ્યું કે, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો National Intrestમાં કરાઈ રહ્યો છે, જેમ કે અમેરિકા સ્થિત નાણાકીય એજન્સી IMFની સાથે પ્રતિબદ્ધતા છે અને આપણે તેની શરતોનું પાલન કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે, સરકારે ભાવ ઓછા કરવાના પ્રયાસ કર્યા, પરંતુ ઈન્ટરનેશનલ બજારમાં વધતા ભાવના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.