×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : જયપુરમાં ભાજપનું જંગી પ્રદર્શન, બેરિકેડ્સ તોડ્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ, STFના જવાન પહોંચ્યા

જયપુર, તા.01 ઓગસ્ટ-2023, મંગળવાર

ભાજપ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સરકાર વિરુદ્ધ શરૂ કરાયેલા ‘નહીં સહે રાજસ્થાન’ અભિયાન વચ્ચે જયપુરમાં ભારે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી વિરુદ્ધ રાજધાની જયપુરમાં જંગી પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યભરના ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સચિવાયલનો ઘેરાવો કરવાનો મામલો સામે આવ્યો છે... આ દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની છે. કાર્યકર્તાઓએ બેરિકેટ્સ તોડતા પોલીસે ભીડ પર કાબુ મેળવવા લાઠીચાર્જ કરવો પડ્યો છે, જેમાં એક કાર્યકર્તાને માથામાં ઈજા થઈ છે... આ ઘટના જોઈ પ્રદર્શનકારીઓ વધુ ભડક્યા છે અને સ્થિતિ વધુ વણસી છે...

સ્થિતિ બેકાબુ થતા પોલીસ ફોર્સ બોલાવાઈ

રાજસ્થાનમાં ભારે પોલીસ બંદોસ્ત તૈનાત કરવા છતાં સ્થિતિ કાબુમાં ન આવતા પોલીસ ફોર્સ બોલાવાની નોબત આવી છે. એસટીએફના જવાનોને પણ જયપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે... વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓને ખદેડવા પોલીસે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું છે. ભારે ભીડ થતા સચિવાલય અને આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે... વાહનોની લાંબી લાઈનોના કારણે સામાન્ય લોકો ફસાયા છે.

કાર્યકર્તાએ બે જુદા જુદા રસ્તેથી આવ્યા તો પોલીસ ફોર્મ અસમંજસમાં મુકાઈ

એવું કહેવાઈ રહ્યું છે કે, ભાજપ ઓફિસથી સચિવાલય કૂચ કરવા માટે રૂટ નક્કી કરાયો હતો, જોકે કાર્યકર્તાઓ રૂટ છોડી સહકાર ભવન તરફ જતા રહ્યા, જેના કારણે આંબેડકર સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો... તો બીજીતરફ કાર્યકર્તાઓ અન્ય રુટ પરથી આવતા પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ... આ દરમિયાન નક્કી કરેલા રુટ પરથી મોટી સંખ્યામાં આવેલા ભાજપ કાર્યકર્તાઓએ બેરિકેડ તોડી સ્ટેચ્યૂ સર્કલ સુધી પહોંચી ગયા, જેના કારણે મામલો પોલીસની પકડથી દૂર થઈ ગયો અને ત્યાં અફરાતફરી શરૂ થઈ ગઈ... ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો...

રાજસ્થાનમાં ભાજપનું મહા અભિયાન ‘નહીં સહે રાજસ્થાન’

ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં ભાજપે નહીં સહે રાજસ્થાન’ અભિયાન હેઠળ જયપુરમાં મહાઘેરાવનું આહવાન કર્યું હતું... ભાજપે સીએમ ગેહલોત સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા કર્યા છે... ભાજપ પેપર લીક, ભ્રષ્ટાચાર, દલિત અત્યાચાર, બહેન-દિકરીઓ પર અત્યાચાર, ખેડૂતોની લોન માફી અને વધતા જતા ગુનાઓ મામલે રાજસ્થાન સરકારને ઘેરવા તમામ પ્રયાસો કરી રહી છે. જયપુરમાં સચિવાલય ઘેરાવ કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ લાલ ડાયરી પણ છવાઈ છે... જયપુરમાં પ્રદર્શન દરમિયાન સાંસદોથી લઈને કાર્યકર્તાઓના હાથોમાં લાલ ડાયરી જોવા મળી... અલવર સાંસદ બાલકનાથ પણ બસની ઉપર હાથમાં લાલ ડાયરી લહેરાવતા જોવા મળ્યા...