×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારને ફરી મળ્યું રૂ.1.65 લાખ કરોડનું GST કલેક્શન, તમામ રાજ્યોનું પણ મોટુ યોગદાન

નવી દિલ્હી, તા.01 ઓગસ્ટ-2023, મંગળવાર

સરકાર માટે જુલાઈ-2023 મહિને શ્રેષ્ઠ સાબિત થયો છે... જીએસટી કલેક્શન મામલે ફરી ગુડ ન્યૂઝ આવ્યા છે... જુલાઈ-2023 મહિનાનું જીએસટી કલેક્શન 1.65 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે, જે ગત વર્ષની તુલનાએ 11 ટકા વધુ છે.... એટલું જ નહીં જ્યારથી જીએસટીનો અમલ શરૂ થયો છે, ત્યારથી આ પાંચમી તક છે, જેમાં જીએસટી કલેક્શન 1.6 લાખ કરોડથી ઉપર પહોંચ્યું છે.

નાણાં મંત્રાલયે GST કલેક્શનનો ડેટા જારી કર્યા

નાણાં મંત્રાલય દ્વારા જુલાઈમાં નોંધાયેલા જીએસટી કલેક્શનનો ડેટા જારી કરાયો છે... ગત મહિને પણ જબરદસ્ત કલેક્શન નોંધાયું છે... મંત્રાલયે માહિતી શેર કરતા જણાવ્યું કે, જીએસટી કલેક્શન 1,65,105 કરોડ રૂપિયા નોંધાયું છે, જેમાં સેન્ટ્રલ જીએસટી (CGST) 29,773 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટી (SGST) 37,623 કરોડ રૂપિયા અને 85,930 કરોડ રૂપિયા IGST (માલની આયાત પર એકત્રિત 41,239 કરોડ રૂપિયા સહિત)નો સમાવેશ થાય છે. ઉપરાંત સેસ હેઠળ 11,779 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્રિત 840 કરોડ રૂપિયા સહિત) વસુલાયા છે.

જીએસટી કલેક્શનમાં સતત વૃદ્ધિ

સરકારના ડેટા મુજબ જુલાઈ મહિનામાં 39,785 કરોડ રૂપિયાનાં સેટલમેન્ટ સીજીએસટીનો તેમજ 33188 કરોડ રૂપિયાનાં સેટલમેન્ટ એસજીએસટીનો સમાવેશ થાય છે. રેગ્યુલર સેટલમેન્ટ બાદ સરકારની કુલ રેવન્યૂ સીજીએસટી માટે 69558 કરોડ રૂપિયા અને એસજીએસટી માટે 70811 કરોડ રૂપિયા નોંધાયું છે. ગત મહિને જૂન-2023માં દેશનું જીએસટી કલેક્શન 1,61,497 કરોડ રૂપિયા નોંધાયું હતું, જે વાર્ષિક ધોરણે 12 ટકા વધુ હતું... જ્યારે મે-2023માં જીએસટી કલેક્શનનો આંકડો 1,57,090 કરોડ રૂપિયા નોંધાયું હતું. ઉલ્લેખનિય છે કે, 1 જુલાઈ-2017ના રોજ જૂના પરોક્ષ કર પ્રણાલીની જગ્યાએ સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરાયો હતો.