કેજરીવાલનો મોટો દાવો, કહ્યું ભાજપ 13 વર્ષમાં ન કરી શકી, તે અમે 5 મહિનામાં કરી બતાવ્યું

કેજરીવાલનો મોટો દાવો, કહ્યું ભાજપ 13 વર્ષમાં ન કરી શકી, તે અમે 5 મહિનામાં કરી બતાવ્યું

નવી દિલ્હી, તા.01 ઓગસ્ટ-2023, મંગળવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી ભાજપ પર પ્રહારો કર્યા છે… તેમણે આજે ટ્વિટ કરીને દાવો કર્યો કે, તેમનો પક્ષ સત્તામાં આવ્યો ત્યારથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. તેમને દાવો કર્યો કે, ભાજપ જે કામો વર્ષોથી ન કરી શકી, તે અમે કેટલાક મહિનાઓમાં જ કરી બતાવ્યું… કેજરીવાલની આ ટ્વિટ પર હજુ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ટ્વિટમાં લખ્યું કે, ભાજપ જે કામ 13 વર્ષથી ન કરી શકી, તે કામ અમે માત્ર 5 મહિનામાં કરી બતાવ્યા… 2010 બાદ આજે પહેલીવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નરથી લઈને પટાવાળા સુધી, સફાઈ કર્મચારીથી લઈને શિક્ષણ સુધી, માળીથી લઈને ડીબીસી કર્મચારીઓ સુધી… તમામને પહેલી તારીખે પગાર મળી રહ્યો છે અને આવું એટલે થઈ શક્યું, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે આપની ઈમાનદાર સરકાર છે.

કેજરીવાલે ખુશી વ્યક્ય કરતા વધુમાં જણાવ્યું કે, મારી મ્યુનિ. કોર્પોરેશનના તમામ કર્મચારીઓને એક અપીલ છે…. મારા તરફથી બાળકો અને માતા-પિતાજી માટે ઘરે મિઠાઈ જરૂર લઈને જજો…

Share: