×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

US પ્રેસિડેન્ટ ઈલેક્શન : ત્રણ ભારતીયોએ દાવેદારી નોંધાવી, આવતા વર્ષે યોજાશે ચૂંટણી

Image : Wikepedia

અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. જો કે આ સ્પર્ધા વચ્ચે આ પદ માટે કેટલાક ભારતીય-અમેરિકન નેતાઓના નામની પણ ચર્ચા થઈ રહી છે, જેઓ અમેરિકાને વધુ સારું બનાવવા માટે ટ્રમ્પને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વધુ એક ભારતીયએ રિપબ્લિકન પાર્ટી પાસે ઉમેદવારી માંગી

ભારતીય મૂળના અન્ય એક વ્યક્તિએ અમેરિકી રાષ્ટ્રપતિ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભારતીય મૂળના આ અમેરિકન એન્જિનિયરનું નામ હર્ષવર્ધન સિંહ છે. નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી બાદ હર્ષ વર્ધન ત્રીજા ભારતીય છે જેમણે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. નિક્કી અને વિવેકની જેમ હર્ષવર્ધને પણ રિપબ્લિકન પાર્ટી પાસેથી ઉમેદવારી માંગી છે. આ સાથે જ ત્રણ ભારતીય અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝપલાવતા ચૂંટણી રસપ્રદ રહે તેવી સંભાવના છે.

આ નામોની ચર્ચા 

વિવેક રામાસ્વામી, નિક્કી હેલી અને હર્ષવર્ધન સિંહ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. જો કે, તમામ કાનૂની પડકારો છતાં, ટ્રમ્પ 2024 માટે રિપબ્લિકન પાર્ટીના નોમિનેશનની રેસમાં આગળ છે.

આવતા વર્ષે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે

રિપબ્લિકન તેમના પક્ષના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ઔપચારિક રીતે પસંદ કરવા માટે આગામી જુલાઈમાં રાષ્ટ્રીય સંમેલન યોજશે. આ સંમેલન 15 થી 18 જુલાઈ દરમિયાન વિસ્કોન્સિનના મિલ્વૌકીમાં યોજાશે.