મણિપુર હિંસા મામલો : વિપક્ષી ગઠબંધનના સાંસદો રાજ્યપાલને મળવા ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યા

મણિપુર હિંસા મામલો : વિપક્ષી ગઠબંધનના સાંસદો રાજ્યપાલને મળવા ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યા
Image : screen grab twitter

વિપક્ષી ગઠબંધન INDIAના સાંસદો હાલ મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત કરવા માટે બે દિવસના પ્રવાસ પર છે ત્યારે આજે આ મણિપુર રાજ્યના રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. 

ગઈકાલે રાહત શિબિરોમાં પીડિતોને મળ્યા હતા

વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સના 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મણિપુર હિંસાનું મૂલ્યાંકન કરવા ગઈકાલથી હિંસાગ્રસ્ત વિસ્તારની બે દિવસની મુલાકાતે છે. ગઈરકાલે પ્રથમ દિવસે સાંસદોએ બિષ્ણુપુર જિલ્લાના ઇમ્ફાલ, મોઇરાંગ અને ચુરાચંદપુર રાહત શિબિરોમાં પીડિતોને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળ આજે રાજ્યના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળવા ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યા છે. આ તકે RJD સાંસદ મનોજ ઝાએ કહ્યું કે અમે રાજ્યપાલને રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા વિનંતી કરશું.

Share: