×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ઉત્તર પ્રદેશમાં ત્રિપલ અકસ્માત, ડમ્પર-ટ્રેક્ટર-ટ્રક વચ્ચે ટક્કર, હાઈવે પર ટ્રાફિક જામ

ગ્રેટર નોઈડા, તા.29 જુલાઈ-2023, શનિવાર

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં આજે ત્રિપલ અકસ્માતની ઘટના બની છે, જેમાં ડમ્પર, ટ્રેક્ટર, ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. મળતા અહેવાલો મુજબ હાઈવે પર એક ડમ્પર ઉભુ હતું, જેની પાછળ ટ્રેક્ટર ઘુસી ગયા બાદ પાછળથી આવતી ટ્રક ટ્રેક્ટર પાછળ અથડાઈ છે. આ ઘટનામાં ટ્રેક્ટર પર સવાલ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, તો અન્ય એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ડમ્પર પાછળ ટ્રેક્ટર ઘૂસ્યું, ત્યારબાદ પાછળથી ટ્રક ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી ગઈ

દાદરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના NH-91 પર કોટ ગામ પાસે લગભગ આજે વહેલી સવારે 4.20 વાગ્યે હાઈવે પર બગડેલું ડમ્પર ઉભુ હતું, જેની પાછળ ટ્રેક્ટર ટ્રોલી અથડાઈ હતી, ત્યારબાદ પાછળથી આવી રહેલ એક ટ્રક પણ ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી ગઈ... આ ઘટનામાં ટ્રેક્ટર સવાર 2 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા, જેને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા... જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે.

ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં દરોગ સિંહ (35) અને ઓમ પ્રકાશ (60) ઈજાગ્રસ્ત થયા હતા... બંનેને બુલંદશહેરના અહમદગઢના રહેવાસી છે. હોસ્પિટલમાં ઓમ પ્રકાશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારજનો ઈજાગ્રસ્ત દરોગ સિંહને હાયર સેન્ટર લઈ ગયા છે. દરોગ સિંહની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર જામ થઈ ગયો હતો. ક્ષતિગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી હાઈવે પરથી હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.