×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

INDIA ગઠબંધન પર સંકટ ! શરદ પવાર અને PM મોદીની મુલાકાતને લઈ ગરમાયું રાજકારણ, વિપક્ષી નેતાઓ નારાજ


ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયાની ત્રીજી બેઠક 25 અને 26 ઓગસ્ટે મુંબઈમાં યોજાવા જઈ રહી છે. પરંતુ તે પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર 1 ઓગસ્ટે પુણેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરવાના છે. આ વાતને લઇ બ્લોકના કેટલાક નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે.

મોદી સાથે શરદ પવારના સ્ટેજ શેર કરવા પર વિપક્ષ ચિંતામાં

પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઈન્ડિયા બ્લોકની ફ્લોર લીડર્સની મીટિંગ દરમિયાન કેટલાક સભ્યોએ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરવાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પવાર હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એનસીપી નેતા સાથે વાત કરી શકે છે અને તેમને કાર્યક્રમમાં હાજરી ન આપવા વિનંતી કરી શકે છે.

શરદ પવારનો બેકફાયર થશે?

સૂત્રએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા બ્લોકના કેટલાક નેતાઓને લાગ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીમાં જ્યારે સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષો ભાજપ સામે ટક્કર આપવા એકસાથે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન સાથે સ્ટેજ શેર કરવાથી પવારનો બેકફાયર થશે.

ઇન્ડિયા બ્લોકની ઈમેજ પર ખતરો 

સૂત્રએ એમ પણ કહ્યું કે મોદી સાથે મંચ શેર કરીને, પવાર ઇન્ડિયા બ્લોકની ઈમેજને નુકસાન પહોંચાડશે, જેણે તેને બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, અને લોકોમાં ખોટો સંદેશ પણ જશે. તેમનું કહેવું છે કે પીએમ મોદીએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સરખામણી આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે કરી છે. આ કાર્યક્રમમાં પવાર મોદીને એવોર્ડ આપી શકે છે.