મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના મુખ્ય આરોપી હુયરુમનું મકાન રોષે ભરાયેલા ટોળાએ ફૂંકી માર્યું

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના મુખ્ય આરોપી હુયરુમનું મકાન રોષે ભરાયેલા ટોળાએ ફૂંકી માર્યું

image : Twitter

મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવ્યા બાદ તેમના પર સામૂહિક દુષ્કર્મમાં સામેલ મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર ટોળાએ સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારમાં બની છે. એકાએક ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી દીધી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મુખ્ય આરોપીનું નામ હુયરુમ હીરોદાસ છે.

ગુરુવારે પોલીસે હુયરુમ હીરોદાસની ધરપકડ કરી હતી 

મણિપુરની મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવતો અને તેમની સાથે અભદ્રતા કરતો વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશ રોષ ભભૂક્યો હતો. આ મામલે મુખ્ય આરોપી હુયરુમ હીરોદાસની પોલીસે ગુરુવારે થૌબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી.

કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે 

હીરોદાસ 32 વર્ષનો છે. પોલીસે વાયરલ વીડિયો પરથી તેની ઓળખ કરી હતી, જેમાં તે ગ્રીન ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર હેરદાસ આ કેસમાં મુખ્ય આરોપી છે. આ વાયરલ વીડિયોના આરોપીઓને પકડવા માટે પોલીસની 12 ટીમો બનાવવામાં આવી છે. તેમને પકડવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધી કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

Share: