ગઠબંધનનું નામ INDIA રાખવા પર 26 પક્ષો સામે FIR, ફરિયાદીએ કહ્યું- આ એક્ટ કર્યું ઉલ્લંઘન

ગઠબંધનનું નામ INDIA રાખવા પર 26 પક્ષો સામે FIR, ફરિયાદીએ કહ્યું- આ એક્ટ કર્યું ઉલ્લંઘન

નવી દિલ્હી, તા.19 જુલાઈ-2023, બુધવાર

26 રાજકીય પક્ષોના ગઠબંધન I.N.D.I.A.નો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ગઠબંધનના નામ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, I.N.D.I.A. નામ રાખવું Emblems Actનું ઉલ્લંઘન છે. આ એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાના અંગત ફાયદા માટે ઈન્ડિયા નામનો ઉપયોગ ન કરી શકે… આમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.

કોણે કરી ફરિયાદ

ફરિયાદમાં જણાવાયું છે કે, 26 રાજકીય પક્ષોએ દેશના નામનો દુરુપયોગ કર્યો છે. આમાં બેંગલુરુ બેઠકમાં સામેલ થયેલા તમામ 26 વિપક્ષી દળોના નામ લખવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં રહેતો અવનીશ મિશ્રા (ઉ.વ.26) નામના વ્યક્તિએ 26 રાજકીય પક્ષો સામે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, ચૂંટણી માટે દેશના નામનો ઉપયોગ કરવો ખોટો છે.

Share: