×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2024માં ભાજપ સામે હવે INDIA, કોંગ્રેસે કહ્યું INDIAની જીત થશે, RJDએ કહ્યું ભાજપ હવે વિપક્ષનું નામ લેતા ખચકાશે

બેંગલુરુ, તા.18 જુલાઈ-2023, મંગળવાર

આજે બેંગલુરુમાં વિપક્ષી દળોની યોજાયેલી બેઠક સફળતાપૂર્વક સમાપ્ત થઈ છે. દરમિયાન 26 વિપક્ષી દળો એક સાથે જોડાયા અને 2024 માટે નવું ગઠબંધન બનાવ્યું. દરમિયાન આ ગઠબંધનને ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક એન્ક્લૂસિવ એલાયન્સ એટલે કે ‘INDIA’ નામ અપાયું છે. અગાઉ પટણામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠક પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને આગામી ત્રીજી બેઠક મુંબઈમાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. હવે આજની બેઠક પૂર્ણ થયા બાદ તમામ પક્ષોને નેતાઓની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે અને તમામ નેતાઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

ભાજપે છેલ્લા 9 વર્ષમાં માત્ર દેશને વેચ્યો : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, છેલ્લા 9 વર્ષમાં ભાજપે રેલવે, એરપોર્ટ સહિત બધુ જ વેચી દીધું. છેલ્લા 9 વર્ષમાં માત્ર દેશને વેચવાનું કામ કરવામાં આવ્યું છે. અત્યારે દેશમાં દરેક વ્યક્તિ હેરાન છે. ભલે તે વેપારી હોય કે સામાન્ય માણસ.... તેમણે જણાવ્યું કે, અહીં 26 પાર્ટીઓ એકબીજા માટે નહીં પરંતુ દેશ માટે એક થઈ છે. અમે નવા ભારત માટે એક સપનું જોયું છે, જેમાં દરેક યુવાનોને રોજગાર મળે, દરેક બાળકને શિક્ષણ મળે અને દરેકને આરોગ્યની સુવિધાઓ મળે.

રાહુલ ગાંધી અમારા બધાના પ્રિય : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, રાહુલ ગાંધી અમારા પસંદગીના નેતા છે. દેશના ગરીબોની જીંદગી ખતરામાં છે. ભાજપ સરકાર માત્ર ખરીદ અને વેચાણની કામગીરી કરી રહી છે. તેમણે સવાલ કર્યો કે શું ભાજપ INDIAને પડકાર આપી શકે છે ?

રાહુલ ગાંધીએ કહ્યું, INDIA જીતશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, બેઠક દરમિયાન જ્યારે નવા ગઠબંધનના નવા નામ ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક એન્ક્લૂસિવ એલાયન્સ એટલે કે ‘INDIA’ની જાહેરાત કરવામાં આવી તો રાહુલ ગાંધીએ કહ્યું, ઈન્ડિયા જીતશે... તેમણે કહ્યું કે, અમને આશા છે કે ચૂંટણીમાં અમને જીત મળશે.

ખડગેએ કહ્યું, અમે દેશને બચાવવા સાથે આવવાનો નિર્ણય કર્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, ભાજપ લોકતંત્રને ખતમ કરવામાં લાગેલું છે. વિપક્ષ પર એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે દેશને બચાવવા માટે સાથે આવવાનો નિર્ણય કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે અમારા ગઠબંધનને ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક એન્ક્લૂસિવ એલાયન્સ ‘INDIA’ નામ અપાયું છે. આ નામ વિશે બધા સહમત થયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાશે, જેમાં ચૂંટણી માટે સંયોજકોના નામ નક્કી કરવામાં આવશે. આ બેઠકની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.