×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અધિકારોનો મામલો 5 જજોની બંધારણીય બેન્ચને ટ્રાન્સફર થઈ શકે : CJI

image : Twitter


દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારો સંબંધિત મામલે સુપ્રીમકોર્ટના CJI ડી.વાય. ચંદ્રચુડે કહ્યું છે કે તેઓ આ કેસને પાંચ જજોની બંધારણીય બેંચને મોકલવા માંગે છે. પછી બંધારણીય બેંચ નક્કી કરશે કે કેન્દ્ર આ રીતે સુધારો કરી શકે છે કે નહીં? જો કે આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

આગામી સુનાવણી ગુરુવારે થશે 

આ મામલાની આગામી સુનાવણી ગુરુવારે થશે. સુપ્રીમ કોર્ટ તે દિવસે નિર્ણય કરશે કે દિલ્હીના આ વટહુકમનો મામલો બંધારણીય બેંચને મોકલવો જોઈએ કે નહીં. જો કે, કેજરીવાલ સરકારે આ મામલાને બંધારણીય બેંચને મોકલવાનો વિરોધ કર્યો છે.