×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બેંગ્લુરુમાં યોજાનાર વિપક્ષની મહાબેઠકમાં શરદ પવાર નહીં જોડાય, તેમની જગ્યાએ જશે સુપ્રિયા સુલે

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આજથી સંયુક્ત વિપક્ષની બે દિવસીય બેઠક શરૂ થવા જઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર આ બેઠકમાં ભાગ લેશે નહીં. આ પહેલા પવારે 23 જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં હાજરી આપી હતી.

આ બેઠકમાં સુપ્રિયા સુલે હાજરી આપશે

શરદ પવારના સ્થાને તેમની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલે બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. પવાર જૂથના પ્રવક્તાએ આ માહિતી આપી.

શા માટે પવાર વિપક્ષની બેઠકમાં ભાગ નહીં લે?

એનસીપીના વડા શા માટે સંયુક્ત વિપક્ષની બેઠકમાં ભાગ લેશે નહીં તે અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. પવાર 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે સંયુક્ત વિપક્ષ બનાવવાના પ્રયાસોમાં લાગેલા અગ્રણી નેતાઓમાંના એક છે.