રાહુલ ગાંધીએ મોદી સરનેમ મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, કરી આ માગ

રાહુલ ગાંધીએ મોદી સરનેમ મામલે ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, કરી આ માગ

image : Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તેમણે સજા અને દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે આ મહિનાના પહેલા સપ્તાહમાં રાહુલ ગાંધીની રિવ્યૂ પિટિશિન ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સજા થવાને કારણે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવાઈ ગયું હતું. 

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું… 

ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો આદેશ સાચો છે. આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી નકારી કાઢવામાં આવે છે. 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વર્ષે નીચલી અદાલતે તેમને દોષિત ઠેરવ્યા અને બે વર્ષની સજા સંભળાવી. 

મામલો શું હતો? 

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ગુનાઈત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 

Share: