'એક ભૂલ ભારે પડી…'ઓનલાઈન જોબ-લોન એપ્સ આખા પરિવારને ભરખી ગઈ, વાંચો હચમચાવી મૂકતો સામૂહિક આપઘાતનો કિસ્સોમધ્યપ્રદેશમાં એક આખા પરિવારનો આપઘાત કરી લેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આપઘાત કરી લેનારાઓમાં એક પતિ-પત્ની અને બે સગીર બાળકો સામેલ છે. માહિતી અનુસાર ઓનલાઈન જોબના જાળમાં યુવક ફસાઈ જવાને કારણે ભારે દેવામાં ડૂબી ગયો હતો. આ પરિવાર માર્કેટમાં ફેલાયેલી લોન એપ્સની જાળમાં પણ ફસાયો હતો જેના લીધે પરિવાર પર મોટું દેવું થઈ ગયું હતું. તેના લીધે આખો પરિવાર દબાણ હેઠળ આવી ગયો હતો અને જેના પગલે પરિવાર સહિત તેઓએ આપઘાત કરી લેવાનું પગલું ભર્યું હતું.
4 પાનાની સુસાઈડ નોટમાં પરિવારે દર્દનાક દાસ્તાન વર્ણવી... વાંચો વિગતે
'શું કરવું એ સમજાતું નથી. ખબર નહીં કોની નજર અમારા આવા સુંદર નાનકડા પરિવાર પર પડી. પરિવારના સભ્યોની હાથ જોડીને માફી માંગવા માંગું છું. એક ભૂલને કારણે અમારી સાથે જોડાયેલા તમામ લોકો ખૂબ પરેશાન થઈ ગયા. અમે અમારા પરિવાર સાથે ખુશીથી રહેતા હતા. કોઈ સમસ્યા કે ચિંતા ન હતી. પણ એપ્રિલમાં મારા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો. ઓનલાઈન કામ કરવાની ઓફર આવી હતી. ટેલિગ્રામ પર ફરી એ જ મેસેજ આવ્યો. ઓછા પૈસા અને મારી જરૂરિયાતોને કારણે હું આ માટે તૈયાર થઈ ગયો. વધુ સમય આપવો ન પડ્યો, તેથી કામ શરૂ કર્યું.
શરૂઆતમાં ફાયદો થયો પછી દલદલમાં ફસાયો...
શરુઆતમાં થોડો ફાયદો થયો, પણ ધીરે ધીરે આ દલદલમાં ફસાઈ ગયો. જ્યારે પણ મને થોડો સમય મળતો ત્યારે હું તે કામ કરવાનું શરૂ કરી દેતો હતો. આગળ જતા ભાર એટલો વધી ગયો કે હું કામની સાથે આ કામમાં ખર્ચવામાં આવેલા પૈસાનો હિસાબ પણ રાખી શક્યો નહીં. આ પૈસા ઘરમાં બિલકુલ વાપરી ન શક્યો. કામનું દબાણ ઘણું વધી ગયું. મને ઓર્ડર પૂરો કરવા અને મારું કમિશન પાછું મેળવવા માટેના મેસેજ આવવા લાગ્યા. પરંતુ આ એક દલદલ હતું , જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. જ્યારે બધા પૈસા સમાપ્ત થઈ ગયા, ત્યારે કંપનીએ લોન ઓફર કરી. ચાર વર્ષ પહેલાં હું જે કંપનીમાં હતો તે બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ મારી ક્રેડિટ સિબિલ ડેમેજ થઈ ગયો હતો. તેથી જ મેં ના પાડી, કારણ કે મારો સિબિલ પહેલેથી જ ખરાબ હતો. તો મને લોન ક્યાંથી મળે? પરંતુ કંપનીના કહેવા પર મેં પ્રયત્ન કર્યો અને લોન મેળવતો રહ્યો. એ પૈસા હું પાણીની જેમ કંપનીમાં રોકતો રહ્યો.
લોન એપના દલદલમાંથી બહાર નીકળવા માંગતો હતો, પણ...
સુસાઈડ નોટમાં આગળ લખ્યું છે કે, 'કામ શરૂ કરતા પહેલા મેં ઈ-કોમર્સ કંપનીની વેબસાઈટ ચેક કરી હતી. કંપની TRP માટે કામ કરાવે છે, જે કોવિડ પછી 2022 માં કોલંબિયાથી શરૂ થઈ હતી. આ બધું જોઈને મેં કામ શરૂ કર્યું, પણ ખબર નહોતી કે હું એવા વળાંક પર ઊભો થઈ જઈશ જ્યાંથી મારી સામે કોઈ રસ્તો બચશે નહીં. મારી પત્ની કે પરિવારના કોઈ સભ્યને આ કામની જાણ નહોતી. જ્યારે પણ પત્ની મને જોતી ત્યારે કહેતી કે કંઈ ખોટું ન કરતા અને હું ના પાડીને જવાબ આપતો હતો કે હું બધું ફક્ત તમારી ખુશી માટે જ કરું છું. પણ મેં શું કર્યું તે મને સમજાતું નથી.
પૈસા મળશે એવી આશાએ બેસી રહ્યો.. બધુ ગુમાવી દીધું
ઓનલાઈન જોબનો ભોગ બન્યા પછી મેં વિચાર્યું કે થોડા દિવસો પછી પૈસા મળી જશે અને બધાની લોન ક્લિયર કરી દઈશ અને બધું છોડી દઈશ, પણ આટલું બધું થઈ જશે એ હું સમજી શક્યો નહીં. ઓનલાઈન જોબ સીકર્સે મારા પર એટલી બધી લોન લેવડાવી દીધી કે હું પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. હું સમજું છું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. અવાર-નવાર મારા પર પૈસાનું દબાણ કરવામાં આવતું હતું. મેં આ પૈસા મારા માટે નથી લીધા, હું તેનો ઉપયોગ પણ કરી શક્યો નહીં. કંપનીએ લોન ઓફર કરી અને મેં પૈસા લીધા અને કંપનીમાં પાછા મૂકી દીધા.
લોન વસૂલી કરનારા ધમકાવવા લાગ્યા હતા
જૂનમાં, લોનનું દેવું એટલું વધી ગયું કે વસૂલાત કરનારા લોકોને ધમકાવવા લાગ્યા. કોઈક રીતે મેં વ્યવસ્થા કરી અને EMI ચૂકવી, પરંતુ જુલાઈમાં લોનના માણસોએ મારો ફોન હેક કરી લીધો. તેની પાસેથી વિગતો લઈને તેણે સંબંધીઓ, મિત્રો અને સહકાર્યકરોને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેઓએ (લોન કંપની) ધમકી આપવાનું શરૂ કર્યું કે તમારા અશ્લીલ અને ખોટા ફોટા બનાવીને તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે, તેઓ તમને બદનામ કરશે. તેણે મારા બોસની ડીપી (ફોટો)નો પણ દુરુપયોગ કર્યો. આ કારણે હું ખૂબ જ દોષિત અનુભવું છું. હું જાણું છું તે દરેકને મારી એક ભૂલની સજા મળી રહી છે. તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે.
'કોઈને મોઢું બતાવવા યોગ્ય નથી રહ્યો'
ચાર પાનાની સુસાઈડ નોટમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'હું સાયબર ક્રાઈમ ઓફિસમાં ગયો હતો, પરંતુ ત્યાં અધિકારીઓની ઉપલબ્ધતા અને રજાના કારણે કેસ મોકૂફ રાખવામાં આવ્યો હતો. નોકરી પણ ગુમાવવાનો ડર છે. મારું અને મારા પરિવારનું ભવિષ્ય દેખાતું નથી. મારા માતા-પિતા, સાસુ-સસરાં, ભાઈ-ભાભી, પ્રિય બહેનો અને મારી વ્હાલી દિકરી સૌને એટલું જ કહેવા માગુ છું કે સૌની સાથે નજર કેવી રીતે મિલાવું. સૌથી વધુ ડર એ વાતનો છે કે ભવિષ્યમાં મારી દીકરીના લગ્નમાં કોઈ તકલીન નડે. એટલા માટે પરિવાર એટલે કે પત્ની અને બાળકો રિશુ અને કિશુને તકલીફમાં નહીં છોડી શકું, એટલા માટે બધાને મારી સાથે લઈ જઈ રહ્યો છું. સૌનાથી ફરી માફી માગુ છું. મારા પરિવારને માફ કરી દેજો. કદાચ મારા ગયા બાદ બધુ સારું થઈ જશે.
અમારા ગયા બાદ પરિજનોને હેરાન ન કરતાં
અમારા ગયા પછી પરિવારના સભ્યોને લોન માટે હેરાન ન કરવા વિનંતી છે. તેમજ કોઈ સંબંધી કે સાથી કર્મચારીને હેરાન ન કરવામાં આવે. હું મારા સાસુ-સસરાં, પિતા-માતા, ત્રણ બહેનો, મોટા ભાઈઓ, અંતુ દી, બંને સાળાની માફી માંગુ છું. અમને માફ કરજો અમે અહીં સુધી સાથે હતા. અમારી છેલ્લી ઈચ્છા છે કે અમારું પોસ્ટમોર્ટમ ન થાય અને બધાના સાથે મળીને અંતિમ સંસ્કાર કરવામાં આવે. જેથી અમે ચારેય સાથે રહીએ.
મોટાભાઈને મોકલી સેલ્ફી....
પોલીસના જણાવ્યાનુસાર ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે દેવાની જાળમાં ફસાઈ જવાને લીધે અમે આ પગલું ભરી રહ્યા છે. મૃતક પતિના મોટા ભાઈએ આ મામલે પોલીસને જણાવ્યું હતું કે મારા ભાઈએ મને એક સેલ્ફી મોકલી હતી. એ સેલ્ફીમાં આખો પરિવાર દેખાઈ રહ્યો હતો. જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે આ અમારો છેલ્લો ફોટોગ્રાફ છે.
પોલીસે ઘરમાં ઘૂસીને જોયું તો...
તેમણે કહ્યું કે મેં આ ફોટો જોયા બાદ ભાઈને સતત ફોન કર્યા પણ તેણે ઉપાડ્યા નહોતા. તેમની ફરિયાદના આધારે રતિબાદ પોલીસ ચોકીએ કેસ નોંધીને તપાસ હાથ ધરાઈ હતી. જ્યારે પોલીસે ઘરે જઈને જોયું તો પતિ અને પત્ની ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. જ્યારે તેમના બે બાળકો મૃત અવસ્થામાં જમીન પર પડ્યા હતા. તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા.
પોલીસે શું કહ્યું...
આ મામલે રતિબાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સલોની સિંહે કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું કે મૃતકના સ્યુસાઈડ નોટ પરથી જણાય છે કે દેવામાં ડૂબી જવાને કારણે આપઘાત કર્યો હતો. તેમાં તેણે લખ્યું હતું કે મારી એક ભૂલને કારણે આખા પરિવારે ભોગવવાનો વારો આવ્યો. હું ઓનલાઈન કંપનીમાં જોબ કરી રહ્યો હતો. તે મને પૈસાની ઓફર કરી રહ્યા હતા પરંતુ પછીથી ખબર પડી કે હું દેવાની જાળમાં ફસાઈ ગયો. હું મારા માતા-પિતાની માફી માગું છું. મને માફ કરજો.
મધ્યપ્રદેશમાં એક આખા પરિવારનો આપઘાત કરી લેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આપઘાત કરી લેનારાઓમાં એક પતિ-પત્ની અને બે સગીર બાળકો સામેલ છે. માહિતી અનુસાર ઓનલાઈન જોબના જાળમાં યુવક ફસાઈ જવાને કારણે ભારે દેવામાં ડૂબી ગયો હતો. આ પરિવાર માર્કેટમાં ફેલાયેલી લોન એપ્સની જાળમાં પણ ફસાયો હતો જેના લીધે પરિવાર પર મોટું દેવું થઈ ગયું હતું. તેના લીધે આખો પરિવાર દબાણ હેઠળ આવી ગયો હતો અને જેના પગલે પરિવાર સહિત તેઓએ આપઘાત કરી લેવાનું પગલું ભર્યું હતું.