×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે થિયેટરમાં જમવાનું થશે સસ્તું, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય

નવી દિલ્હી, તા.11 જુલાઈ-2023, મંગળવાર

ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 50મી બેઠક આજે મંગળવારથી યોજાઈ છે. જેમાં સિનેમા હોલમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો અને પીણાં પર જીએસટી 18% થી ઘટાડીને 5% કરવાની સંમતિ આપી છે. આ સિવાય વિશેષ દવાઓ પર છૂટ આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પર આઇજીએસટી હટાવવાની મંજૂરી આપી દીધી છે.

ઓનલાઈન ગેમિંગ, કેસિનો પર જીએસટી દરમાં વધારો

ઉપરાંત ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ પર જીએસટીના દરો વધારવા પર સહમતિ બની છે. હવે તેમના પર 18%ના બદલે 28% જીએસટી લાગશે. જોકે, ગોવાએ ઓનલાઈન ગેમિંગ પર દર વધારવાનો વિરોધ કર્યો હતો.

એપેલેટ ટ્રિબ્યુનલ બનાવવાની મંજૂરી

જીએસટી કાઉન્સિલે ફિટમેન્ટ કમિટીની તમામ ભલામણોને મંજૂરી આપી હતી. કાઉન્સિલે જીએસટી ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી આપી દીધી છે. આની સાથે જ જીએસટી સંબંધિત વિવાદો વહેલામાં વહેલી તકે ઉકેલાઈ જશે. મહારાષ્ટ્રે રાજ્યમાં 7 એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપનાની માંગ કરી છે. પ્રથમ તબક્કામાં 4ને મંજૂરી આપવામાં આવશે, બાકીના ત્રણને આગામી તબક્કામાં લીલી ઝંડી મળશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં બે એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે.